તે (નિયત) નિશ્ચયકાળ દ્રવ્ય છે અને (નિશિ-દિન) રાત્રિ-દિવસ
વગેરે વ્યવહારકાળ (પરિમાનો) જાણો. (યોં) આ પ્રકારે (અજીવ)
અજીવ તત્ત્વનું વર્ણન થયું. (અબ) હવે (આસ્રવ) આસ્રવ તત્ત્વ
(સુનિયે) સાંભળો. (મન-વચ-કાય) મન, વચન, અને કાયાના
આલંબનથી આત્માના પ્રદેશો ચંચળ થવારૂપ (ત્રિયોગા) ત્રણ
પ્રકારના યોગ તથા મિથ્યાત્વ, અવિરત, કષાય (અરુ) અને
(પરમાદ) પ્રમાદ (સહિત) સહિત (ઉપયોગા) આત્માની પ્રવૃત્તિ તે
(આસ્રવ) આસ્રવ તત્ત્વ કહેવાય છે.
નાખવામાં આવે તો તે સમાઈ જાય છે, પછી તેમાં ખાંડ નાખવામાં
આવે તો તે પણ સમાઈ જાય છે; પછી તેમાં સોયો નાખવામાં આવે
તો તે પણ સમાઈ જાય છે; એવી રીતે આકાશમાં પણ ખાસ
અવગાહનશક્તિ છે. તેથી તેમાં સર્વ દ્રવ્યો એકી સાથે રહી શકે છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને રોકતું નથી.