Chha Dhala (Gujarati). Gatha: 9 (Dhal 3).

< Previous Page   Next Page >


Page 70 of 205
PDF/HTML Page 92 of 227

 

background image
‘નિશ્ચયકાળ’+ કહે છે. રાત, દિવસ, ઘડી, કલાક વગેરેને
‘વ્યવહારકાળ’ કહેવાય છે. આવી રીતે અજીવ તત્ત્વનું વર્ણન
થયું. હવે આસ્રવ તત્ત્વનું વર્ણન કરે છે. તેના મિથ્યાત્વ,
અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ ભેદ છે. [આસ્રવ
અને બંધ બન્નેમાં ભેદ
જીવના મિથ્યાત્વમોહ-રાગ-દ્વેષરૂપ
પરિણામ તે ભાવઆસ્રવ છે અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા
તે ભાવબંધ છે.]
આuાવત્યાગનો ઉપદેશ અને બંધા, સંવર,
નિર્જરાનું લક્ષણ
યે હી આતમકો દુખ કારણ, તાતૈં ઇનકો તજિયે,
જીવ પ્રદેશ બંધૈ વિધિસોં સો, બંધન કબહું ન સજિયે;
શમ-દમતૈં જો કર્મ ન આવૈ, સો સંવર આદરિયે,
તપ-બલતૈં વિધિ-ઝરન નિરજરા, તાહિ સદા આચરિયે.
૯.
+ પોતે પોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોના
પરિણમનમાં જે નિમિત્ત હોય, તેને કાળ દ્રવ્ય કહે છે. જેમ કુંભારના
ચાકને ફરવામાં લોઢાની ખીલી, કાળ દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે.
લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાળદ્રવ્ય (કાલાણુઓ) છે, દિવસ,
ઘડી, કલાક, મહિના તેને વ્યવહારકાળ કહે છે.
(જૈન સિ. પ્ર.)
૭૦ ][ છ ઢાળા