હાલત-પર્યાય તે (શિવ) મોક્ષ કહેવાય છે, (ઇહિવિધ) આ પ્રકારે
(જો) જે (તત્ત્વનકી) સાત તત્ત્વોના ભેદ સહિત (સરધા) શ્રદ્ધા
કરવી તે (વ્યવહારી) વ્યવહાર (સમકિત) સમ્યગ્દર્શન છે.
(જિનેન્દ્ર) વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી (દેવ) સાચા દેવ
(પરિગ્રહ બિન) ૨૪ પરિગ્રહથી રહિત (ગુરુ) વીતરાગ ગુરુ
[તથા] (સારો) સારભૂત (દયાજુત) અહિંસામય (ધર્મ) જૈનધર્મ
(યેહુ) આ બધાને (સમકિતકો) સમ્યગ્દર્શનનું (કારણ) નિમિત્ત-
કારણ (માન) જાણવું જોઈએ. સમ્યગ્દર્શનને તેનાં (અષ્ટ) આઠ
(અંગ-જુત) અંગો સહિત (ધારો) ધારણ કરવું જોઈએ.
શુદ્ધ અવસ્થા (પર્યાય) પ્રગટ થાય છે તેને મોક્ષ કહે છે. આ
અવસ્થા અવિનાશી અને અનંત સુખમય છે, આ પ્રકારે સામાન્ય
અને વિશેષરૂપથી સાત તત્ત્વોની અચળ શ્રદ્ધા કરવી તેને
વ્યવહાર-સમ્યક્ત્વ (સમ્યગ્દર્શન) કહે છે. જિનેન્દ્રદેવ, વીતરાગી
(દિગમ્બર જૈન) ગુરુ અને જિનેન્દ્રપ્રણીત અહિંસામય ધર્મ પણ
આ વ્યવહાર સમ્યગ્દર્શનના કારણ છે એટલે કે એ ત્રણનું યથાર્થ
શ્રદ્ધાન પણ વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય છે. તેને નીચે જણાવેલા
આઠ અંગો સહિત ધારણ કરવું જોઈએ. વ્યવહાર સમકિતનું
સ્વરૂપ આગળ ગાથા ૨-૩ના ભાવાર્થમાં સમજાવ્યું છે.
નિશ્ચયસમકિત વિના એકલા વ્યવહારને વ્યવહારસમકિત
કહેવાતું નથી. ૧૦.