૭૪ ][ છ ઢાળા
જાય છે તેવી રીતે શુદ્ધ ભાવરૂપ ગુપ્તિ વગેરે મારફત આત્મામાં
કર્મોનું આવવું રોકાઈ જાય છે તે.
૪.નિર્જરા – જેવી રીતે વહાણમાં આવેલા પાણીમાંથી થોડું (કોઈ
વાસણમાં ભરી) ફેંકી દેવામાં આવે છે તેવી રીતે નિર્જરા દ્વારા થોડાં
કર્મ આત્માથી અલગ થઈ જાય છે તે.
૫.મોક્ષ – જેવી રીતે વહાણમાં આવેલું બધું પાણી કાઢી નાંખવાથી
વહાણ એકદમ પાણી વિનાનું થઈ જાય છે તેમ આત્મામાંથી બધાં
કર્મો જુદાં પડી જવાથી આત્માની પૂરેપૂરી શુદ્ધ હાલત (મોક્ષદશા)
પ્રગટ થાય છે એટલે કે તે આત્મા મુક્ત થઈ જાય છે. ૯.
મોક્ષનું લક્ષણ, વ્યવહારસમ્યક્ત્વનું લક્ષણ તથા
કારણ
સકલ કર્મતૈં રહિત અવસ્થા, સો શિવ, થિર સુખકારી,
ઇહિવિધ જો સરધા તત્ત્વનકી, સો સમકિત વ્યવહારી;
દેવ જિનેન્દ્ર, ગુરુ પરિગ્રહ બિન, ધર્મ દયાજુત સારો,
યેહુ માન સમકિતકો કારણ, અષ્ટ-અંગ-જુત ધારો. ૧૦.
અન્વયાર્થઃ — (સકલ કર્મતૈં) બધા કર્મોથી (રહિત) રહિત