(ષટ્) છ (અનાયતન)
રહિત થઈને (સંવેગાદિક) સંવેગ, અનુકંપા, આસ્તિકય અને
પ્રશમમાં (ચિત) મનને (પાગો) લગાવવું જોઈએ. હવે સમકિતના
(અષ્ટ) આઠ (અંગ) અંગ (અરુ) અને (પચીસોં દોષ) પચીસ
દોષોને (સંક્ષેપૈ) સંક્ષેપમાં (કહિયે) કહેવામાં આવે છે, કારણ કે
(બિન જાનેતૈં) તે જાણ્યા વિના (દોષ) દોષોને (કૈસે) કેવી રીતે
(તજિયે) છોડીએ, અને (ગુનનકો) ગુણોને કેવી રીતે (ગહિયે)
ગ્રહણ કરીએ?
સમ્યક્ત્વના અભિલાષી જીવે આ સમકિતના પચીસ દોષોનો
ત્યાગ કરીને, તે ભાવનાઓમાં મન લગાવવું જોઈએ. હવે
સમ્યક્ત્વના આઠ ગુણો (અંગો) અને ૨૫ દોષોનું સંક્ષેપમાં વર્ણન
કરવામાં આવે છે; કારણ કે જાણ્યા વગર તથા સમજ્યા વગર
દોષોને કેવી રીતે છોડી શકાય અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરી
શકાય