Chidvilas (Gujarati). Gyatana Vichar.

< Previous Page   Next Page >


Page 91 of 113
PDF/HTML Page 105 of 127

 

background image
[ ૯૧
જ્ઞાતાના વિચાર
જ્ઞાતા એવો વિચાર કરે છે કેઉપયોગ જ્ઞેયોનું અવલંબન કરે
છે, જ્ઞેયાવલંબી થાય છે. જ્ઞેયને અવલંબનધારી શક્તિ જ્ઞેયનું અવલંબન
કરીને છોડી દે છે. જ્ઞેયનો સંબંધ અસ્થિર છે, જ્ઞેયપરિણામ પણ છૂટી
જાય છે; તેથી જ્ઞેય, જ્ઞેયપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞેયને અવલંબનારી
શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. જ્ઞેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ,
પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે
રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે)
સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે)
સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો
નથી.
જેમ મયૂર (પ્રતિબિંબવાળા) અરીસામાં મોર પદાર્થ દેખાય છે,
પણ (ખરેખર અરીસામાં) મોર પદાર્થ નથી, અરીસામાં તો માત્ર
પ્રતિબિંબ છે. કર્મદ્રષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ
આત્મા પર થતો નથી.
જેમ ધતૂરાને પીવાથી દ્રષ્ટિ શ્વેત શંખને પીળો દેખે છે, પરંતુ
(તે) દ્રષ્ટિ વિકાર છે, દ્રષ્ટિનાશ નથી. તેમ (જીવ) મોહની ઘેલછાથી
પરને પોતા(રૂપ) માને છે પરંતુ પર તે પોતા(રૂપ) થતું નથી.
જેમ કઠિયારાને ચિંતામણિ પ્રાપ્ત થયો, (પણ) તેની પરીક્ષા ન
જાણી, તોપણ ચિંતામણિનો પ્રભાવ ન ગયો. તેમ (જીવે) અજ્ઞાનથી
સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.
જેમ વાદળાની ઘટામાં સૂર્ય છુપાયો છે, પરંતુ છુપાયેલો પણ