Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 113
PDF/HTML Page 104 of 127

 

background image
૯૦ ]
ચિદ્દવિલાસ
૬. (સંલાપ)ગુણદોષ (સંબંધી) પૂછવું કે વારંવાર ભક્તિ
સંલાપ ન કરે.
(૫૬૬૧) હવે સમ્યક્ત્વનાં [છ] અભંગ કારણો લખીએ છીએ
જે [સમ્યક્ત્વના] ભંગનાં કારણો પામીને ન ડગે તેને અભંગ કારણ
કહીએ; તેના છ ભેદઃ૧ રાજા, ૨. જનસમુદાય, ૩. બળવાન, ૪.
દેવ, ૫. પિતાદિક વડીલજનો (અને) ૬. માતાઃએ (સમ્યક્ત્વના)
અભંગપણામાં છે ભય (છે તેને) જાણતો રહે (અને) તેમના ભયથી
નિજધર્મ
જિનધર્મને ન તજે.
(૬૨૬૭) હવે સમ્યક્ત્વનાં છ સ્થાનો લખીએ છીએ
૧. જીવ છે, ૨. નિત્ય, ૩. કર્તા, ૪. ભોક્તા, ૫. અસ્તિધ્રુવ
(મોક્ષ) અને ૫. (મોક્ષનો) ઉપાય.
૧. આત્મા અનુભવસિદ્ધ છે ચેતનામાં ચિત્ત લીન કરે; જીવ અસ્તિ
(રૂપ) છે તે કેવળજ્ઞાનવડે પ્રત્યક્ષ છે.
૨. દ્રવ્યાર્થિક(નય)થી નિત્ય છે.
૩. (આત્મા) પુણ્ય
પાપનો કર્તા છે.
૪. (આત્મા) ભોક્તા પણ છે. (આ પુણ્યપાપનું કર્તાભોક્તાપણું)
મિથ્યાદ્રષ્ટિમાં છે. નિશ્ચયનયથી (આત્મા તેનો) કર્તા કે ભોક્તા
નથી.
૫. નિર્વાણ સ્વરૂપ અસ્તિ ધ્રુવ છે. વ્યક્ત નિર્વાણ તે અક્ષય મુક્તિ
છે. અને
૬. (સમ્યગ્) દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. ૧
સમ્યક્ત્વના એ ૬૭ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે.
✲ ✲ ✲
જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીનો છ પદનો પત્ર. ૧ તત્ત્વાર્થસૂત્ર