Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 89 of 113
PDF/HTML Page 103 of 127

 

background image
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય[ ૮૯
૩. (ભકિત)જિનસાધુ (અને) સ્વધર્મીની આદરતા વડે (તેમનો)
મહિમા વધારવો તેને ભક્તિ કહીએ.
૪. (સ્થિરતા)સમ્યક્ત્વભાવની દ્રઢતા તે સ્થિરતા છે.
૫. (પ્રભાવના)પૂજાપ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ
સમ્યક્ત્વનાં છે.
(૪૫૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે ક્યા ક્યા? (તે કહે
છે)ઃ
૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને
૫. આસ્તિક્ય. તે કહીએ છીએઃ
૧. (ઉપશમ)રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે.
૨. (સંવેગ)નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે.
૩. (નિર્વેદ)વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે.
૪. (અનુકંપા)સ્વદયાપરદયા તે અનુકંપા છે.
૫. (આસ્તિકા)સ્વરૂપની (તેમ જ) જિનવચનોની પ્રતીતિ તે
આસ્તિક્ય છે.
એ અનુભવીનાં લક્ષણો છે.
(૫૦૫૫) હવે છ જૈનસાર લખીએ છીએ
૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, ૫. આલાપ
(અને) ૬. સંલાપ.
૧. (વંદના)પરતીર્થ, પરદેવ (અને) પરચૈત્યતેમને વંદન ન કરે;
૨. (નમસ્કાર)(તેમની) પૂજા કે નમસ્કાર ન કરે;
૩. (દાન)(તેમને) દાન ન કરે,
૪. (અનુપ્રયાણ)અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે,
૫. (આલાપ)પ્રણતિ સહિત સંભાષણ, તેને આલાપ કહીએ, તે
ન કરે,