૮૮ ]
ચિદ્દવિલાસ
આ આઠ (ભેદો) વડે જિનધર્મનો – સ્વરૂપનો – પ્રભાવ વધે એમ
કરે. એ અનુભવીનું લક્ષણ છે.
(૩૪ – ૩૯) હવે છ ભાવના કહે છે —
૧. મૂળભાવના, ૨. દ્વારભાવના, ૩. પ્રતિષ્ઠાભાવના, ૪. નિધાન-
ભાવના, ૫. આધારભાવના અને ૬. ભાજનભાવના (તેનો ખુલાસો કરે
છે)ઃ –
૧. (મૂળભાવના) – સમ્યક્ત્વ – સ્વરૂપ – અનુભવ તે સકળ નિજધર્મ-
મૂળ – શિવમૂળ છે. જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે૧
એમ ભાવે.
૨. (દ્વારભાવના) – ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વદ્વાર છે.
૩. (પ્રતિÌાભાવના) – વ્રત – તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી છે.
૪. (નિધાાનભાવના) – અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના) – નિજગુણોનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના) – સર્વે ગુણોનું ભાજન સમ્યક્ત્વ છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
(૪૦ – ૪૪) હવે સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ લખીએ છીએ —
૧. કૌશલ્યતા, ૨. તીર્થસેવા, ૩. ભક્તિ, ૪. સ્થિરતા (અને) ૫.
પ્રભાવના. (તેનો ખુલાસો કરે છે)ઃ —
૧. (કૌશલ્યતા) – પરમાત્મભક્તિ, પરપરિણામ (અને) પાપ-
પરિત્યાગ(રૂપ) સ્વરૂપ, ભાવસંવર અને શુદ્ધ ભાવપોષક ક્રિયાને
કૌશલ્યતા કહીએ.
૨. (તીર્થસેવા) – અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા
કહીએ.
૧. જુઓ, दंसणमूलो धम्मो – દર્શનપ્રાભૃત – ૨