પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય[ ૮૭
[૧૮ – ૨૦] હવે ત્રણ શુદ્ધિ કહીએ છીએ –
મન-વચન-કાય શુદ્ધ કરીને સ્વરૂપ ભાવે, અને સ્વરૂપભાવી
પુરુષોમાં એ ત્રણે લગાવે; સ્વરૂપને નિઃશંક – નિઃસંદેહપણે ગ્રહે.
(૨૧ – ૨૫) હવે, પાંચ દોષનો ત્યાગ કહે છે —
૧. સર્વજ્ઞ – વચનને નિઃસંદેહપણે માને;
૨. મિથ્યામતની અભિલાષા ન કરે; પર – દ્વૈતને ન ઇચ્છે.
૩. પવિત્ર સ્વરૂપને ગ્રહે, પર ઉપર ગ્લાનિ ન કરે.
૪. મિથ્યાત્વી પરગ્રાહી દ્વૈતની મન વડે પ્રશંસા ન કરે. તેમજ
૫. વચન વડે (તે મિથ્યાત્વીના) ગુણ ન કહે.
(૨૬ – ૩૩) હવે, સમ્યક્ત્વની પ્રભાવનાના આઠ ભેદ કહે છે —
તેના આઠ ભેદ — ૧. પવયણી (અર્થાત્ સિદ્ધાંતને જાણનાર) ૨.
ધર્મકથા, ૩. વાદી, ૪. નિમિત્ત, ૫. તપસી, ૬. વિદ્યાવાન્, ૭. સિદ્ધ,
૮. કવિ. તે હવે કહીએ છીએ —
૧. સિદ્ધાંતમાં સ્વરૂપને ઉપાદેય કહે,
૨. નિજધર્મનું કથન કહે,
૩. હઠવડે દ્વૈતનો આગ્રહ હોય તે છોડાવે અને મિથ્યાવાદ મટાડે,
૪. સ્વરૂપ પામવામાં નિમિત્ત જિનવાણી, ગુરુ તથા સ્વધર્મી છે અને
નિજ વિચાર છે; નિમિત્તપણે જે ધર્મજ્ઞ છે તેમનું હિત કહે.
૫. પરદ્વૈતની ઇચ્છા મટાડીને નિજ પ્રતાપ પ્રગટ કરે,
૬. વિદ્યાવડે જિનમતનો પ્રભાવ કરે, જ્ઞાનવડે સ્વરૂપનો પ્રભાવ કરે,
૭. સ્વરૂપાનંદીનું વચનવડે હિત કરે, સંઘની સ્થિરતા કરે, જેના વડે
સ્વરૂપની સિદ્ધિ થાય તેને સિદ્ધ કહીએ.
૮. કવિ સ્વરૂપ સંબંધી રચના રચે, પરમાર્થને પામે, પ્રભાવના કરે.