૮૬ ]
ચિદ્દવિલાસ
પદાર્થોને હેય જાણીને શ્રદ્ધા કરે છે. વારંવાર ભેદજ્ઞાન વડે સ્વરૂપચિંતન
કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસંસ્તવ કહીએ.
૨. (મુનિતપરમાર્થ) – જિનાગમ – દ્રવ્યસૂત્ર – દ્વારા અર્થને જાણીને
જ્ઞાનજ્યોતિનો અનુભવ થયો, તેને મુનિતપરમાર્થ કહીએ.
૩. (યતિજનસેવા) – વીતરાગ સ્વસંવેદનદ્વારા શુદ્ધ સ્વરૂપનો
રસાસ્વાદ થયો, તે વિષે પ્રીતિ – ભક્તિ – સેવા, તેને યતિજનસેવા કહીએ.
૪. (કુદ્રષ્ટિપરિત્યાગ) – પરાલંબી બહિર્મુખ મિથ્યાદ્રષ્ટિ જનોના
ત્યાગને કુદ્રષ્ટિપરિત્યાગ કહીએ.
(૫ – ૭) હવે સમ્યક્ત્વનાં ત્રણ ચિહ્નો કહીએ છીએ —
૧. (જિનાગમશુશ્રૂષા) – અનાદિની મિથ્યાદ્રષ્ટિને છોડીને,
જિનાગમમાં કહેલ જ્ઞાનમય સ્વરૂપને પામીએ, (તેમાં) ઉપકારી જિનાગમ
છે, તે (જિનાગમ) પ્રત્યે પ્રીતિ કરે. એવી પ્રીતિ કરે કે જેમ દરિદ્રીને
કોઈએ ચિંતામણિ દેખાડ્યો ત્યારે તે વડે ચિંતામણિ પામ્યો. તે વખતે તે
દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે, તેવી પ્રીતિ શ્રી જિનસૂત્ર પ્રત્યે
(સમ્યગ્દ્રષ્ટિ) કરે, તેને જિનાગમશુશ્રૂષા કહી છે.
૨. (ધાર્મસાધાનમાં પરમઅનુરાગ) – નિજધર્મરૂપ અનંતગુણનો
વિચાર તે ધર્મસાધન છે; તેમાં પરમ અનુરાગ કરે; ધર્મસાધનમાં પરમ
અનુરાગ બીજું ચિહ્ન છે.
૩. (જિનગુરુવૈયાવૃત્ય) – જિનગુરુ દ્વારા જ્ઞાન-આનંદ પામીએ
છીએ, માટે તેમની વૈયાવૃત્ય – સેવા – સ્થિરતા કરે; તે જિનગુરુવૈયાવૃત્ય
ત્રીજું ચિહ્ન કહીએ એ ચિહ્ન અનુભવીના છે.
[૮ – ૧૭] હવે દશ વિનયના ભેદ કહીએ છીએ —
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય, ૫. સાધુ,
૬. પ્રતિમા, ૭. શ્રુત, ૮. ધર્મ, ૯. ચાર પ્રકારના સંઘ અને ૧૦.
સમ્યક્ત્વ; – આ દશનો વિનય કરે; તે વડે સ્વરૂપની ભાવના થાય છે.