[ ૮૫
પરમાત્મસ્વરુપની પ્રાપ્તિનો ઉપાય
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે – હે પ્રભો! એવા પરમાત્માનું સ્વરૂપ
કઈ રીતે પામીએ? તે કહો. ત્યારે તે શિષ્યને પરમાત્માને પામવાના
નિમિત્તે હવે કથન કરીએ છીએ. (જીવ) અંતરાત્મા થઈને પરમાત્માને
ધ્યાવે છે.૧ તે અંતરાત્મા(પણું) ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા
ગુણસ્થાન સુધી છે. તેનું કથન સંક્ષેપથી લખીએ છીએ.
ચોથા ગુણસ્થાનવાળો જીવ શ્રી સર્વજ્ઞે કહેલા વસ્તુસ્વરૂપને ચિંતવે
છે, તેને સમ્યક્ત્વ થયું છે તે સમ્યક્ત્વના ૬૭ ભેદ છે. તે કહીએ છીએ.
સમ્યક્ત્વના ૬૭ પ્રકાર
(૧ – ૪) પ્રથમ, શ્રદ્ધાનના ચાર ભેદ છે તેના પ્રથમ,
પરમાર્થસંસ્તવન, ૧; બીજો મુનિત પરમાર્થ ૨. ત્રીજો યતિજનસેવા ૩;
અને ચોથો, કુદ્રષ્ટિપરિત્યાગ ૪. એ ચાર ભેદમાંથી પહેલો ભેદ કહીએ
છીએ.
૧. (પરમાર્થસંસ્તવ) સાત તત્ત્વો છે. તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે
છે. ચેતના લક્ષણ, દર્શનજ્ઞાનરૂપ ઉપયોગ – આદિ અનંત શક્તિ સહિત
અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે; અનાદિથી પરસંયોગ સાથે મળ્યો
છે, તો પણ (મારો) જ્ઞાન ઉપયોગ મારા સ્વરૂપમાં જ્ઞેયાકાર થાય છે, પર
જ્ઞેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે.
જ્ઞેયોનું અવલંબન કરે છે, (પણ) નિશ્ચયથી પર જ્ઞેયોને સ્પર્શતું નથી;
(ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા
છતાં અકર્તા છે – એવા ઉપયોગના પ્રતીતિભાવને શ્રદ્ધે છે. અજીવાદિ
૧. મોક્ષ પ્રભૃત ૭.