Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 113
PDF/HTML Page 98 of 127

 

background image
૮૪ ]
ચિદ્દવિલાસ
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત્
ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું
સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું
પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ-વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે
ઉત્પાદ-વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે તે પર્યાયનું કારણ છે
અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્યકારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ
સ્વકારણ કાર્ય જ છે કારણ કાર્ય જાણ્યા તેણે સર્વે જાણ્યું, આ
પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના
અનંતાઅનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત
સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે.
તે (મહિમાને) કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ
સ્વરૂપના અનુભવ(રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.