એક સમયના કારણ-કાર્યમાં ત્રણ ભેદ[ ૮૩
નય’ની વિવક્ષાથી અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે;
‘અન્યગુણગ્રાહક-નિરપેક્ષ, કેવળ ‘નિજગુણગ્રાહકનય’ની વિવક્ષાથી નિજ
ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ છે;
પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે પર્યાય કારણ છે,
ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે.
હવે પર્યાયના કારણકાર્ય કહીએ છીએઃ —
પર્યાયનાં કારણકાર્ય
(૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય
છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિ, — જેમ સમુદ્ર વિના તરંગ હોતાં
નથી તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ
ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાંના પર્યાય અધિકારમાં) કહ્યું છે કે –
अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं ।
उन्मज्जंति निमज्जंति जलकल्लोलवज्जले ।। પૃ. ૨૬.
(અર્થઃ — જળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન
દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે તથા
નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
(૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએઃ —
ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિના
પર્યાય ન હોય, – એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે. – એક તો આ
વિશેષણ ( – પ્રકાર) છે. અને બીજું ગુણ વિના ગુણપરિણતિ ન હોય
માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે) પરિણમે છે ત્યારે
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય
કાર્ય છે.