Chidvilas (Gujarati). Gunana Karan Karya.

< Previous Page   Next Page >


Page 82 of 113
PDF/HTML Page 96 of 127

 

background image
૮૨ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યનાં કારણકાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય પોતે જ પોતાના
કારણરૂપ સ્વભાવપણે પરિણમીને પોતાના કાર્યને પોતે જ કરે છે.
દ્રવ્યમાં જો કારણકાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે? માટે
સંસારમાં જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ-કાર્યને કરે
છે. તેથી જીવદ્રવ્યનાં કારણકાર્યવડે જીવનું સર્વસ્વ પ્રગટે છે. જે કાંઈ
છે તે કારણ-કાર્ય જ છે (અર્થાત્ કારણ કાર્યમાં બધું આવી જાય છે).
હવે ગુણના કારણ કાર્ય કહીએ છીએઃ
ગુણનાં કારણકાર્ય
(૧) દ્રવ્ય-પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય.
(૨) કેવળ દ્રવ્ય-પર્યાય (ગુણનું) કારણ છે એટલું જ નહિ પરંતુ
ગુણ પણ ગુણનું કારણ છે અને ગુણ જ કાર્ય છે. એક સત્તાગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક અગુરુલઘુ ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે એક પ્રદેશત્વગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે, આ જ પ્રકારે એકેક ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
(૩) હવે તે જ ગુણનાં કારણ (કાર્ય) તેમાં કહીએ છીએઃ
સત્તાનું નિજ કારણ સત્તામાં જ છે; સત્તા, દ્રવ્ય-ગુણ-પર્યાયનાં
હોવાપણારૂપ લક્ષણવાળી છે, તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે જે સત્તાનું
લક્ષણ છે તે
સત્તાનું કારણ છે અને સત્તા કાર્ય છે. એ જ પ્રમાણે
અગુરુલઘુત્વગુણ નિજકારણવડે નિજકાર્યને કરે છે. તે
અગુરુલઘુત્વગુણનો વિકાર (પરિણમન) ષટ્ગુણી વૃદ્ધિ-હાનિ છે; એ
વૃદ્ધિ-હાનિવડે જ અગુરુલઘુકાર્ય નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે
પોતાનું જ કારણ છે. આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે
અને પોતાના કાર્યને પોતે જ કરે છે. ‘અન્ય ગુણનિમિત્તકારણગ્રાહક