Chidvilas (Gujarati). Anant Sansar Kem Mate.

< Previous Page   Next Page >


Page 93 of 113
PDF/HTML Page 107 of 127

 

background image
[ ૯૩
અનંત સંસાર કેમ મટે?
કોઈ કહે કે સંસાર અનંત છે. તે કેમ મટે?
તેનું સમાધાન
વાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂઠી છોડતો
નથી; પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી. કૂતરાનું
ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ
માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને
દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે,
એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ
કાષ્ટની પૂતળી બનાવીને, તેને અલંકારવસ્ત્ર પહેરાવીને પોતાના
મહેલમાં પથારીમાં સુવાડી રાખી, (અને તેને) લૂગડાથી ઢાંકી દીધી.
ત્યાં, તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન
કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ.
આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો)
કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ
(અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે
જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી
થઈને સુખ પામે છે.
ઉપયોગની ઉઠણી (ઉત્પત્તિ) સદા થાય છે, તે (ઉપયોગ)ને
સંભાળે, પરમાં ઉપયોગ ન દે. આત્માનો ઉપયોગ જે તરફ લાગે તે
રૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારીને
અનુભવ પ્રકાશ આવૃત્તિ બીજી પૃ-. ૨૨૨૩.