૯૪ ]
ચિદ્દવિલાસ
સ્વરૂપની સ્થિરતા – વિશ્રામ – આચરણ કરવાં. અનંત ગુણમાં ઉપયોગ
લગાડવો. મનદ્વારા ઉપયોગ ચંચળ (થાય) છે તે ચંચળતાને રોકવાથી
ચિદાનંદ ઉઘડે છે – જ્ઞાનનયન ખૂલે છે. અનંતગુણમાં મન લાગે ત્યારે
ઉપયોગ અનંતગુણમાં અટકે છે, અને ત્યારે વિશૃદ્ધ થાય છે; પ્રતીતિવડે
રસાસ્વાદ ઊપજે છે, તેમાં મગ્ન થઈને રહેવું. પરિણામને વસ્તુની
અનંતશક્તિમાં સ્થિર કરવા.૧ આ જીવના પરિણામ પરભાવોનું જ
અવલંબન કરીને (તેને) સેવ્યા કરે છે; ત્યાં, તે ભાવોને જ સેવતાં,
(પરભાવરૂપ) પરિણામભાવને જ નિજ પરિણામ સ્વભાવપણે દેખે છે,
જાણે છે, સેવે છે; પરને નિજસ્વરૂપ ઠીક કરીને (માનીને) રાખે છે.
એને એ જ પ્રમાણે અનાદિથી કરતાં આ જીવના પરિણામની અવસ્થા
ઘણા કાળ સુધી વીતી; પણ (સ્વ) કાળ પામીને ભવ્યતા પરિપક્વ થઈ
ત્યારે શ્રીગુરુના ઉપદેશરૂપ કારણ પામ્યો. તે ગુરુએ એમ ઉપદેશ કર્યો
કે – (હે ભવ્ય! તું) પરિણામવડે પરની સેવા કરી કરીને નીચ એવા
પરને ઉચ્ચ એવા સ્વપણે દેખે છે. એ પર (અને) નીચ છે (તેનામાં)
સ્વ (પણું) કે ૨ઉચ્ચપણું નથી (તે પર વસ્તુઓ) તને રંચમાત્ર પણ
કાંઈ દઈ શકતી નથી. તે મને દે છે એમ તું જૂઠું જ માની રહ્યો છે.
એ તો નીચ (અને) પર છે, તું તે નીચને સ્વ-પણે અને ઉચ્ચપણે
માનીને બહુ જ નીચ થયો છે.
હે ભવ્ય! પરિણામમાં જે કાંઈ નિજ ઉચ્ચપણું છે તેને તેં (કદી)
દેખ્યું નથી, જાણ્યું નથી ને સેવ્યું નથી, તેથી તેને તું ક્યાંથી યાદ
રાખે? વળી, જો હવે તે સ્વભાવને (તું) દેખ, જાણ અને તેની સેવા
કર, ત્યારે પોતાથી જ તને યાદ પણ રહેશે, તું સુખી થશે, અયાચી
(અયાચક, સ્વાધીન) મહિમા લહીશ અને તું પ્રભુ થઈ જઈશ. આ જે
૧. આત્માવલોકનમાં રાજાનું દ્રષ્ટાંત આપીને આ પ્રકરણ વિસ્તારથી સમજાવ્યું છે.
જુઓ, પૃ. ૧૬૭ થી ૧૮૧.
૨. અહીં સ્વદ્રવ્યનું ઉપાદેયપણું બતાવવા તેને ઉચ્ચ કહ્યું છે ને પરદ્રવ્યનું હેયપણું
બતાવવા તેને નીચ કહ્યું છે.