અનંત સંસાર કેમ મટે?[ ૯૫
છે દ્રવ્યો છે તેમાં ચેતન રાજા છે. (ચેતન સિવાયના અન્ય) તે પાંચ
દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે
નોકર્મ(રૂપ) વસતી વસે છે તે તારાથી જ ( – ચેતન રાજાથી જ) વસતી
જેવી લાગે છે. અને આઠ કર્મને દેખ, તે પણ પુદ્ગલ દ્રવ્યની જાતિ
છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌદ્ગલિક જાતિની જે જે સંજ્ઞા
છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ
નથી, તે પર કલિત [ – પર સાથે યુક્ત] ભાવ છે. માટે નિજ ચેતનાએ
[પરભાવનો જે] જૂઠો સ્વાંગ ધર્યો છે તે પરભાવ (રૂપી) સ્વાંગને દૂર
કર. તેને દૂર કરતાં જ (તું) પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર
થઈશ – વિશ્રામ પામીશ અને વચનાતીત મહિમાને પામીશ. [એ પ્રમાણે
પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યા પછી], પર – નીચ પરિણામને ધારણ
કરવા છતાં પણ ચૈતન્યરાજાને ઠીક કર્યો છે [ – ઓળખી લીધો છે]
તેથી તે નીચ સંબંધમાં તું ઠગાશે નહિ. [એ રીતે] વધતાં વધતાં
પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ
[ – ફેલાશે.]
– એ પ્રમાણે ગુરુવચન સાંભળીને જ્ઞાતા પોતાની ચેતનાશક્તિને
ગ્રહે છે. [અને પરમાં] જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં જડનો નમૂનો છે,
અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવડે અનાદિ
વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન – જ્ઞાનનો પ્રકાશ
ઊઠે છે, તે (દર્શન – જ્ઞાન) પર પદને દેખીજાણીને અશુદ્ધ થાય છે.
અહીં એટલું વિશેષ છે કે જ્યાં રાગાદિ પરિણામરૂપે દેખવું – જાણવું છે
ત્યાં વિશેષ અશુદ્ધતા છે (અને) સામાન્ય પદની દશાથી દેખે – જાણે છે
ત્યાં સામાન્ય અશુદ્ધતા છે.
ચોથા ગુણસ્થાનવાળાને એકદેશ ઉપયોગની સંભાળ થઈ છે,
ત્યાં, (તેને) એકદેશ શુદ્ધતા જાણવી.
હવે પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા