Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 96 of 113
PDF/HTML Page 110 of 127

 

background image
૯૬ ]
ચિદ્દવિલાસ
તેટલી અશુદ્ધતા ગઈ અને સ્થિરતા ચઢતી ગઈ; ત્યાં એકદેશ સ્થિરતા
થતાં એક દેશ સંયમ નામ પામ્યો.
છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન (આવરણ સંબંધી રાગાદિક)નો
અભાવ થયો અને સ્થિરતા વિશેષ થઈ; સકળ આકુળતાનું કારણ
સકળ પાપ છે, તેનો અભાવ થયો; પણ અશુભભાવ એવો ગૌણતારૂપ
થઈ ગયો કે દુર્ગતિના કારણરૂપ પાપબંધ થતો નથી. (ત્યાં) શુભ મુખ્ય
છે (ને) શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગૌણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે
છે તેથી મુખ્ય જેવું જ કામ કરે છે. (શુદ્ધ) ગૌણ હોવા છતાં પણ તે
બલિષ્ઠ છે.
છઠ્ઠાવાળાને ભેદવિજ્ઞાનના વિચારમાં શુદ્ધોપયોગરૂપ સાતમું
(ગુણસ્થાન) જલ્દી થાય છે. શુભ ઉપયોગમાં ગર્ભિત શુદ્ધતા છે તેથી
સાતમાનું સાધક છઠ્ઠું છે. (છઠ્ઠા ગુણસ્થાને) ક્રિયા (અને) ઉપદેશ હોય
છે. પરંતુ વિશેષ સ્થિરતાને લીધે [ત્યાં] સકલવિરતિ સંયમ નામ પામે
છે.
સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને આગળ આગળ વીતરાગ
નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, નિષ્પ્રમાદ દશા થઈ, પોતાના સ્વભાવનો
રસાસ્વાદ મુખ્ય થયો અને વધતા વધતા ગુણસ્થાન અનુસાર વધ્યો.