Chidvilas (Gujarati). Manani Pancha Bhoomika.

< Previous Page   Next Page >


Page 97 of 113
PDF/HTML Page 111 of 127

 

background image
[ ૯૭
મનની પાંચ ભૂમિકા
પરિણામ મનદ્વારા થઈને વર્તે છે. તે મનની પાંચ ભૂમિકા છે
૧. ક્ષિપ્ત, ૨. વિક્ષિપ્ત, ૩. મૂઢ, ૪. ચિંતાનિરોધ અને ૫. એકાગ્ર,
આ (પાંચ) ભૂમિકાઓમાં મનનું ફરવું છે. તેનું વિવેચન કહીએ
છીએઃ
૧. ક્ષિપ્ત તેને કહીએ કે જ્યાં વિષયકષાયમાં વ્યાપ્ત થઈને
રંજકરૂપ (અશુદ્ધ) ભાવમાં સર્વસ્વ જોયું (માની લીધું) છે
૨. વિક્ષિપ્ત (તેને) કહીએ [કે જ્યાં] ચિંતાની આકુળતાવડે કાંઈ
વિચાર ઊપજી શકે નહિ.
૩. મૂઢ (તેને) કહીએ કે જ્યાં હિતને અહિત માને, અહિતને
હિત માને, દેવને કુદેવ માને, કુદેવને દેવ માને, ધર્મને અધર્મ માને,
અધર્મને ધર્મ માને, પરને સ્વ માને અને પોતાને જાણે નહિ. [એ
પ્રમાણે] વિવેક રહિત (હોય તેને) મૂઢ મન કહીએ.
૪. જે ચિંતાનિરોધ કહીએ તે એકાગ્રતાને કહીએ.
૫. બ્રહ્મ વિષે સ્થિરતા થઈ, સ્વરૂપરૂપ પરિણમ્યો, એકત્વ
ધ્યાન થયું તે સ્વરૂપએકાગ્રતા છે. પરવિષે એકાગ્રપણું તો થાય છે
પરંતુ તેમાં તો આકુળતા છે, તે અનેક વિકલ્પનું મૂળ છે, દુઃખ અને
બાધાનો હેતુ છે, માટે તેને એકાગ્ર ન કહીએ. અહીં સ્વરૂપ
સ્થિતિ(રૂપ) એકાગ્ર જાણવું. પર વિષે (એકાગ્રતા) બંધનું મૂળ છે.
તે સ્વરૂપ
સાધક છે કે જેણે પોતામાં એકાગ્રચિંતાનિરોધ કર્યો છે,
[તેનો ઉપયોગ] પરમા લાગે ત્યાં પણ તે એવો જ સ્થિર રહે છે
કે અન્ય ચિંતા રહેતી નથી. સામાન્યપણે આ પાંચે (ભૂમિકા) સંસાર
"