Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 113
PDF/HTML Page 112 of 127

 

background image
૯૮ ]
ચિદ્દવિલાસ
અવસ્થામાં સ્નેહયુક્ત લગાડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે
વિચારતા ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને
ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને
સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક (આ પ્રમાણે છે)ઃ
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्
शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ।।६४।।
(પદ્મનંદિપંચવિંશતિકાએકત્વસપ્તતિ)
અર્થ :સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ ચિત્તનિરોધ અને
શુદ્ધોપયોગએ બધા એકાર્થવાચક છે.