Chidvilas (Gujarati). Samadhinu Varnan: ,.

< Previous Page   Next Page >


Page 99 of 113
PDF/HTML Page 113 of 127

 

background image
[ ૯૯
સમાધિાનું વર્ણન
ચિંતાનિરોધ, એકાગ્રતા વડે સમાધિ થાય છે; તે જ (અહીં)
લખીએ છીએઃ
સમાધિ કહીએ [છીએ]ઃરાગાદિ વિકલ્પરહિત સ્વરૂપ વિષે
નિર્વિઘ્ન સ્થિરતાથી વસ્તુ રસાસ્વાદ વડે સ્વરૂપનો અનુભવ
સ્વસંવેદનજ્ઞાનદ્વારા થયો તેને સમાધિ કહીએ.
કોઈ એક તો સમાધિ આ પ્રમાણે કહે છેઃશ્વાસઉશ્વાસ
પવન છે, તેને અંતરમાં પૂરે તેને પૂરક કહીએ પછી કુંભની જેમ ભરે
અને ભરીને થંભાવી રાખે તેને કુંભક કહીએ. પછી ધીરે ધીરે તેને બહાર
કાઢે તેને રેચક કહીએ;
પાંચ ઘડીનું કુંભક કરે તેને ધારણા કહીએ,
સાઠ ઘડીનું કુંભક કરે તેને ધ્યાન કહીએ, તેથી આગળ કુંભક કરે તેને
સમાધિ કહે છે તે આ કારણે સમાધિ છે કેમકે તેનાથી મનનો જય થાય
છે, મનનો જય કરવાથી રાગ-દ્વેષ-મોહ મટે છે અને રાગ-દ્વેષ-મોહ
મટતાં સમાધિ લાગે છે. સ્થિર મન હોય તો નિજ ગુણરત્ન પામીએ,
માટે (સમાધિ) કારણ છે.
કોઈ ન્યાયવાદી ન્યાયના બળથી છએ મતનો નિર્ણય કરે છે, ત્યાં
સમાધિ નથી (પણ) વિકલ્પનો હેતુ છે.
(તે છ મતમાંથી) જૈનમતમાં અરિહંત દેવ છે; જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો છે, પ્રત્યક્ષ અને
પરોક્ષ એ બે પ્રમાણ છે, નિત્ય
અનિત્ય આદિ અનેકાંતવાદ છે,
જુઓ, જ્ઞાનાર્ણવ પૃ. ૨૮૫.