૧૦૦ ]
ચિદ્દવિલાસ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ
છે.
✽
નૈયાયિક મતમાં જે જટાધારી, તેના (મતમાં) ઈશ્વર દેવ છે;
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય,
વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન – એ સોળ
તત્ત્વો છે; પ્રત્યક્ષ, ઉપમા, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણ છે,
નિત્યપણું વગેરે અનેકાંતવાદ છે; દુઃખ. જન્મ, વૃત્તિ, દોષ અને
મિથ્યાજ્ઞાનનો ઉત્તરોત્તર નાશ તે મોક્ષમાર્ગ છે; છ ઇન્દ્રિય, છ વિષય,
છ બુદ્ધિ તથા શરીર, સુખ અને દુઃખ એ પ્રમાણે એકવીશ દુઃખનો
અત્યંત ઉચ્છેદ તેને મોક્ષ માને છે.
હવે બૌદ્ધમત (વિષે) કહે છે. બૌદ્ધ રક્ત વસ્ત્રધારી છે, તેના
મતમાં બુદ્ધ દેવ છે, દુઃખ, સમુદાય, નિરોધ અને મોક્ષમાર્ગ એ ચાર
તત્ત્વ છે, પ્રત્યક્ષ અને અનુમાન – એ બે પ્રમાણ છે, ક્ષણિક એકાંતવાદ
છે, સર્વ ક્ષણિક છે, સર્વ નૈરાત્મ્યવાસના (સર્વમાં આત્મવાસનાનો ત્યાગ)
તે મોક્ષમાર્ગ છે, વાસના, ક્લેશનો નાશ તથા જ્ઞાનનો નાશ તે મોક્ષ છે.
હવે શિવમત (સંબંધી) કહે છે. શિવમતમાં ( વૈશેષિકમતમાં)
શિવ દેવ છે; દ્રવ્ય,ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ
તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે, (ભેદ
એકાંત) વાદ છે. મોક્ષમાર્ગ નૈયાયિકની સમાન છે; બુદ્ધિ, સુખ, દુઃખ,
ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવનો અત્યંત નાશ
તે મોક્ષ છે.
હવે જૈમિનીય મત (સંબંધી) કહે છે. જૈમિનીય ભટ્ટના મતમાં
દેવ નથી; પ્રેરણા, લક્ષણ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન,
ઉપમા, આગમ, અર્થાપત્તિ અને અભાવ એ છ પ્રમાણ છે; નિત્ય
✽જુઓ મોક્ષમાર્ગપ્રકાશક અધ્યાય ૫. ગુજ. આવૃત્તિ ૧. પૃ. ૧૨૯ થી ૧૪૦.