Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 101 of 113
PDF/HTML Page 115 of 127

 

background image
સમાધિનું વર્ણન[ ૧૦૧
એકાંતવાદ છે, વેદવિહિત [વેદદ્વારા ફરમાવેલું ] આચરણ તે મોક્ષમાર્ગ
છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
હવે સાંખ્યમત [સંબંધી] કહે છે. સાંખ્યમતમાં બહુ ભેદ છે,
કોઈ કોઈ ઈશ્વરને દેવ માને છે; કોઈ કપિલને માને છે. પચીશ તત્ત્વ
છેરાજસ, તામસ અને સાત્ત્વિક એ ત્રણ પ્રકૃતિની અવસ્થાઓ છે.
પ્રકૃતિમાંથી મહત્, મહત્માંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા
(તથા) અગીયાર ઇન્દ્રિય; તે વિષે સ્પર્શતન્માત્રાથી વાયુ,
શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી, પૃથ્વી,
રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ (અને) શ્રોત્ર એ પાંચ
બુદ્ધિ
ઇન્દ્રિય છે. પાંચ કર્મઇન્દ્રિયવચન, હાથ, પગ, ગુદા (અને)
લિંગ, તથા અગીયારમું મન છે. પુરુષ અમૂર્તિક ચૈતન્યરૂપી કર્તા અને
ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની
વિકૃતિ છે, (બાકીના) સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ વિકૃતિ
પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ
છે, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ
છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો
વિવેક દેખવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું (ભિન્ન થવું) તે મોક્ષ છે.
સાતમા નાસ્તિક મત વિષે દેવ નથી, પુણ્યપાપ નથી, મોક્ષ
નથી. તેઓ પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂત માને છે, એક
પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી
મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ
ઊપજે છે; અદ્રશ્ય સુખનો ત્યાગ અને દ્રશ્ય સુખનો ભોગ તે જ
પુરુષાર્થ છે. [એમ તે માને છે.]
१.प्रकृतेर्महान् ततोऽहंकारस्तस्माद्गुणश्च षोडशकः
तस्मादपि षोडशकात्पंचभ्यः पंच भूतानि ।।
सांख्यकारिका