૧૦૨ ]
ચિદ્દવિલાસ
– આ પ્રમાણે બધા ભેદનો નિર્ણય કરે પરંતુ (તે) સમાધિ નથી.
સમાધિના તેર ભેદ છે તે કહીએ છીએઃ —
૧. લય, ૨. પ્રસંજ્ઞાત, ૩. વિતર્ક – અનુગત, ૪. વિચાર –
અનુગત, ૫. આનંદ – અનુગત, ૬. અસ્મિતાઅનુગત, ૭.
નિર્વિતર્કઅનુગત, ૮. નિર્વિચાર – અનુગત, ૯. નિરાનંદ – અનુગત, ૧૦
નિરસ્મિતાઅનુગત, ૧૧. વિવેકખ્યાતિ, ૧૨. ધર્મમેઘ અને ૧૩.
અસંપ્રજ્ઞાત – એ તેર જ સમાધિના ભેદ છે. તેમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ
છે – એક પ્રકૃતિલય અને બીજો પુરુષલય. [હવે એ તેર સમાધિનું
સ્વરૂપ કહે છે.]
૧. લયસમાધિા✽
પ્રથમ લયસમાધિ કહીએ છીએઃ —
લય એટલે પરિણામોની લીનતા; નિજ વસ્તુ વિષે પરિણામ વર્તે
એટલે રાગ-દ્વેષ-મોહ મટાડીને દર્શન-જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં
અનુભવે. (પહેલાં) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે
આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી
પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે –
શબ્દ, અર્થ અને જ્ઞાન. લય [એવું પદ તે] શબ્દ થયો, ‘પોતામાં
પરિણામની લીનતા’ તે અર્થ થયો,’ અને શબ્દ તથા અર્થનું જાણપણું તે
જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે, અર્થઆગમ,
અર્થઆગમવડે જ્ઞાનઆગમ – (એમ) શ્રી જિનાગમમાં કહ્યું છે.
કોઈ કહે કે ‘શબ્દ’ – (શબ્દ – લયસમાધિ એવો ભેદ) શા માટે
કહ્યો?
તેનું સમાધાાન : – શુક્લધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું
છે તે રીતે (અહીં) જાણવું. જ્યાં, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારદ્વારા વસ્તુમાં
✽જુઓ અનુભવપ્રકાશમાં સમાધિવર્ણન