Chidvilas (Gujarati). 2. Prasangnyat Samadhi.

< Previous Page   Next Page >


Page 103 of 113
PDF/HTML Page 117 of 127

 

background image
લીન થવું (તે અર્થલયસમાધિ છે) ; જ્ઞાનમાં પરિણામ આવ્યા (તો)
ત્યાં જ લીન થયા, દર્શનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા.
લયસમાધિના વિકલ્પ
ભેદને મટાડીને નિજમાં વિશ્રામ, આચરણ,
સ્થિરતા, જ્ઞાયકતા વર્તે છે. જે જે ઇન્દ્રિયવિષય પરિણામવડે ઈન્દ્રિય
ઉપયોગ નામ ધાર્યું હતું અને સંકલ્પવિકલ્પરૂપ મન ઉપયોગ નામ પામ્યું
હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે (ઇન્દ્રિય
ઉપયોગ અને સંકલ્પવિકલ્પરૂપ મનઉપયોગરૂપ) જાણપણું બુદ્ધિથી જુદું
છે. જ્ઞાન, જ્ઞાનપરિણતિવડે જ્ઞાનને વેદતાં આનંદ પામે છે અને લીન થતાં
સ્વરૂપમાં તાદાત્મ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા
કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં
શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
૨. પ્રસંજ્ઞાત સમાધિા
હવે પ્રસંજ્ઞાત સમાધિનો ભેદ કહીએ છીએઃ
સમ્યક્ત્વને જાણે અને ઉપયોગ વિષે એવો ભાવ ભાવે કે
ચેતનાનો પ્રકાશ અનંત છે, પરંતુ (તેમાં) દર્શન-જ્ઞાન-ચારિત્ર મુખ્ય છે;
મારી દ્રષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે,
ચારિત્રપરિણામ વડે વસ્તુને અવલંબીને
વેદીનેવિશ્રામ કરીને આચરીને
સ્થિરતાને ધારણ કરે છે. પોતે પોતાના સ્વભાવકર્મને કરીને કર્તા થાય
છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની
પરિણતિ પોતાને સોંપે છે, પોતે (પોતાને) પોતામાં પોતાથી સ્થાપે છે,
પોતાના ભાવનો પોતે આધાર છે. (એ પ્રમાણે) પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા
દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં
આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગપરમાનંદ સમરસીભાવના
સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ
લક્ષણભાવરૂપ છે અને પર્યાય પરિણમનલક્ષણ વડે વેદનાના ભાવરૂપ
સમાધિનું વર્ણન[ ૧૦૩