છે – એ પ્રમાણે વસ્તુરસનું સર્વસ્વ જણાવવાયોગ્ય ભાવ છે તેને સમ્યક્
પ્રકારે જાણીને સમાધિને સિદ્ધ કરે; તેને પ્રસંજ્ઞાત સમાધિ કહીએ.
આમાં પણ ત્રણ ભેદ છે. પ્રસંજ્ઞાત (એવો શબ્દ તે) શબ્દ છે.
(એ) શબ્દનો જે ‘સમ્યગ્જ્ઞાનભાવ’ તે અર્થ છે અને તેનું (શબ્દ તથા
અર્થનું ) જાણપણું તે જ્ઞાન છે. – એ ત્રણે ભેદ અહીં જાણવા જાણનારના
મતને જાણી – માનીને તેમાં મહાતદ્રૂપપણે સમાધિ ધારીએ. તે પ્રસંજ્ઞાત
(સમાધિ) કહીએ.
૩. વિતર્ક – અનુગત સમાધિા
હવે, વિતર્કાનુગત સમાધિ કહીએ છીએઃ —
દ્રવ્ય શ્રુતવડે વિચાર કરવો તે વિતર્કશ્રુત છે. અર્થમાં મન
લગાવવું તે ભાવશ્રુત છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ
સમરસીભાવવડે ઉત્પન્ન આનંદ તે ભાવશ્રુત છે. કઈ રીતે? તે કહીએ
છીએ. ભાવશ્રુત અર્થમાં ભાવ (છે); ત્યાં, દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે
દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદઘન
ચિદાત્મા અનંત ચૈતન્ય ચિહ્નના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે.
અનાદિથી મન – ઇન્દ્રિય દ્વારા ચેતનાવિકાર વર્તતો હતો તે શુભ-
અશુભથી વિકાર છોડાવીને શ્રુતવિચારવડે જ્ઞાનાદિ ઉપયોગની
પ્રવૃત્તિદ્વારા પોતાનું સ્વરૂપ-પિછાણ્યું. જેમ *દીપકની આડા ચાર પડદા
હતા, તેમાંથી ત્રણ પડદા દૂર થતાં પ્રકાશ પિછાણ્યો (અને તેથી) દીપક
છે – અવશ્ય છે (એમ) પ્રકાશનો અનુભવ થયો. (ચોથો પડદો દૂર થતાં
દીપક સાક્ષાત્ પ્રગટ થશે) તેમ (આત્માના ચૈતન્યપ્રકાશ આડા ચાર
કષાયરૂપ ચાર પડદા છે), ત્રણ કષાય – ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ
સ્વજાતિ જ્યોતિનો અનુભવ નિજવેદનથી એવો થયો; ત્યારે
ચેતનાપ્રકાશનો અનુભવ એવો થયો કે પરમાત્મભાવનો આનંદ આ
✽જુઓ, અનુભવપ્રકાશ ગુજ. આવૃત્તિ બીજી, પૃ – ૧૪,
૧૦૪ ]
ચિદ્દવિલાસ