ભાવશ્રુત – આનંદમાં માનો કે પ્રતીતિરૂપે સંપૂર્ણ પ્રાપ્ત થયો છે.
(જ્યારે) ચોથો પડદો જશે ત્યારે કૃતકૃત્ય પરમાત્મા થઈ નિવડશે.
અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી.
કોઈ એવી વિતર્કણા કરે છે કે – વિશેષ લક્ષણ અવયવને જાણનારું
જ્ઞાન છે અને સામાન્ય – વિશેષરૂપ પદાર્થના નિર્વિકલ્પ સત્તામાત્ર
અવલોકનરૂપ દર્શન છે; જ્ઞાન છે તે દર્શનને જાણે છે તો ત્યાં જ્ઞાનમાં
સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે
છે, જ્ઞાન દર્શનને જાણે છે, (ત્યાં) દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને
જાણતાં સામાન્યનું જ્ઞાન થયું; તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું?
તેનું સમાધાાન : – ચિદ્પ્રકાશમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે. જ્ઞાને
દર્શનના સર્વ પ્રદેશ જાણ્યા, દર્શનનું સ્વ – પર દેખવાપણું સર્વ જાણ્યું.
દર્શનનું લક્ષણ, સંજ્ઞાદિ ભેદ, દ્રવ્ય – ક્ષેત્રાદિ ભેદ એ સર્વને જ્ઞાન જાણે છે
એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે છે. અને જ્ઞાનને દર્શન કઈ રીતે દેખે
છે? તેનું સમાધાન – ‘જાણવું’ તે જ્ઞાનનું સામાન્ય (લક્ષણ) અને સ્વ-પરને
જાણવું’ તે જ્ઞાનનું વિશેષ (લક્ષણ) – એ બંને લક્ષણમય જ્ઞાન છે (તે) જ્ઞાન
સંજ્ઞાદિ ભેદવાળું છે; તેને નિર્વિકલ્પરૂપ દેખે છે, તેથી સામાન્ય અવલોકન
થયું. (જ્ઞાન અને દર્શન) એ બંનેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે,
તે બંનેની સત્તા એક છે – આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો છે.
આ ભાવશ્રુતનું નામ ‘વિતર્ક’ છે. ‘અનુગત’ કહેતાં તે (વિતર્ક)ની સાથે જ
સુખ થયું તેને (વિતર્ક અનુગત) સમાધિ કહીએ. છદ્મસ્થને તે (સુખ)
ભાવશ્રુતના વિલાસથી ચૈતન્યપ્રકાશને જાણતાં – વેદતાં – અવલોકતાં –
અનુભવતાં થાય છે. જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઊપજે છે.
તેના ત્રણ ભેદ છે. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ,
શ્રુત – વિતર્કનો અર્થ છે. (અને) તે અર્થનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શબ્દ
દ્વારા અર્થ, અર્થ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા આનંદરૂપ સમાધિ છે. એ
પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું.
સમાધિનું વર્ણન[ ૧૦૫