૪. વિચાર – અનુગત સમાધિા
હવે, વિચાર – અનુગત સમાધિ કહીએ છીએઃ —
શ્રુતના જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. શ્રુતના અર્થ
દ્વારા સ્વરૂપના વિચારમાં વસ્તુની સ્થિરતા – વિશ્રામ – આચરણ – જ્ઞાયકતા –
આનંદ – વેદના – અનુભવ. નિર્વિકલ્પ સમાધિ થાય છે તે કહીએ છીએ.
અર્થ કહેતાં ધ્યેય (રૂપ) વસ્તુદ્રવ્ય, અથવા ગુણ અથવા પર્યાય. દ્રવ્ય –
વિચાર અનેક પ્રકારે છે; ગુણ – પર્યાયરૂપ અથવા સત્તારૂપ અથવા
ચેતનાપુંજ – એ પ્રમાણે દ્રવ્યને વિચારી પ્રતીતિમાં લીન થતાં સમાધિ થાય
છે. કેવળ વિચાર જ ન કરે પણ પોતાને અનુભવે. જે જ્ઞાન ગુણનો
પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને
સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં
લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાંતર કહીએ.
અથવા સામાન્ય – વિશેષ દ્વારા કે ભેદ – અભેદદ્વારા વસ્તુમાં ધ્યાન ધરીને
સિદ્ધિ કરે તેને પણ અર્થથી અર્થાંતર કહીએ.
શબ્દ એટલે વચન; એક દ્રવ્ય વચન, બીજું ભાવ વચન. અહીં
ભાવવચન સમજવું. ભાવશ્રુત એટલે વસ્તુના ગુણમાં લીનતા. ભાવ
વચનમાં ગુણ-વિચારદ્વાર હતું તે ફરી બીજા ગુણમાં બીજા વિચાર ન
કરતાં સ્થિરતા વડે આનંદ થાય છે. વસ્તુને પામવાના બીજા બીજા (નવા
નવા) વિચાર શબ્દદ્વારા અંતરંગમાં થાય તેને શબ્દાંતર કહીએ.
ઉપયોગમાં એમ જાણ્યું કે હું દ્રવ્ય છું, હું જ્ઞાનગુણ છું, હું દર્શન છું,
વીર્ય છું.
‘અહં’, એટલે પોતે પોતાના પદમાં દ્રવ્ય-ગુણદ્વારા ‘અહં’ એવી
શબ્દ-કલ્પનાવડે સ્વપદની પ્રતીતિ સ્થાપી, (અને) આનંદકંદમાં
સ્વરૂપાચરણવડે સુખ થાય છે તે સમાધિ છે. વચનજોગના ભાવથી
ગુણસ્મરણ થયું; વિચાર સુધી વચન હતું, વિચાર છૂટી જતાં મન જ
૧૦૬ ]
ચિદ્દવિલાસ