લીનતામાં રહી ગયું – વચનયોગથી છૂટીને મનોયોગમાં આવ્યો તેને
યોગથી યોગાંતર કહીએ.
વિચાર એવો શબ્દ છે, ‘ધ્યેય (રૂપ) વસ્તુ’ એવો વિચારનો અર્થ
છે અને તે ધ્યેયરૂપ વસ્તુના વિચારને જાણે તે જ્ઞાન છે – આ પ્રમાણે
(ત્રણ) જુદા ભેદ લગાડવા. – અથવા વિચારમાં જે ઉપયોગ આવે તે
ઉપયોગમાં પરિણામની સ્થિરતા તે જ ધ્યાન, તેનાથી ઊપજેલો જે આનંદ
તેમાં લીનતા (રૂપ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ (છે) તેનું નામ વિચાર-
અનુગત સમાધિ કહીએ.
૫. આનંદ – અનુગત સમાધિા
હવે, આનંદ – અનુગત સમાધિ કહીએ છીએઃ —
જ્ઞાનવડે નિજસ્વરૂપને જાણે, તે જાણતાં આનંદ થાય તે જ્ઞાનાનંદ
દર્શનવડે નિજપદને દેખતાં આનંદ થાય તે દર્શનાનંદ, નિજસ્વરૂપમાં
પરિણમતાં આનંદ થાય તે ચારિત્રાનંદ. આનંદને વેદવાવાળાને સહજપણે
પોતાની પરિણતિ પોતપોતાના દર્શન-જ્ઞાનમાં રહે ત્યારે આનંદ જાણવો.
જ્ઞાનનું જ્ઞાન કરતાં, દર્શનને દેખતાં અને વેદનારને વેદતાં ચેતનાપ્રકાશનો
આનંદ થાય છે. પોતે પોતાને વેદતાં અનુભવમાં સહજ ચિદાનંદ
સ્વરૂપનો આનંદ થાય છે, તે આનંદના સુખમાં સમાધિનું સ્વરૂપ છે.
ધ્યાનમાં વસ્તુને વેદી વેદીને આનંદ થાય છે. આનંદની ધારણા ધરીને
સ્થિર રહેવું તેને આનંદ – અનુગત સમાધિ કહીએ. જીવ અને કર્મના
અનાદિ સંબંધ (રૂપ) બંધનવડે અવ્યાપકમાં વ્યાપકપણે એકત્વ જેવી
દશા થઈ રહી છે; ભેદજ્ઞાનબુદ્ધિવડે તે જીવ – પુદ્ગલને જુદા જુદા કરે –
જાણે. નોકર્મ અને દ્રવ્યકર્મવર્ગણા જડ મૂર્તિક (છે) અને મારું જ્ઞાયકરૂપ
જ્ઞાન ઉપયોગ (છે) – એવાં લક્ષણ વડે જીવ – પુદ્ગલને જુદા જુદા
પ્રતીતિમાં જાણે. જ્યાં સ્વરૂપમગ્નતા થઈ, ત્યાં (તે) સ્વરૂપમગ્નતા થતાં
જ આનંદ થયો.
સમાધિનું વર્ણન[ ૧૦૭