આનંદ એવો શબ્દ છે, આનંદ શબ્દનો ‘આનંદ’ એવો અર્થ છે.
આનંદ શબ્દને તથા આનંદ અર્થને જાણે તે જ્ઞાન છે – એ ત્રણે ભેદ
આનંદ અનુગત સમાધિમાં લગાડવા. જ્યાં આનંદ અનુગત સમાધિ છે
ત્યાં સુખનો સમૂહ છે.
૬. અસ્મિતા – અનુગત સમાધિા
હવે, અસ્મિતા – અનુગત સમાધિ કહીએ છીએઃ —
પરપદને પોતાનું માનીને જીવે અનાદિથી જન્માદિ દુઃખ સહન
કર્યા, પણ એક અસ્મિતા – અનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. તે
(જન્માદિ દુઃખ) દૂર કરવા માટે આ સમાધિ શ્રીગુરુદેવ કહે છેઃ —
अहं ब्रह्मोऽस्मि (હું બ્રહ્મ છું’) શુદ્ધ ચૈતન્યમય પરમજ્યોતિ હું છું;
જીવનો પ્રકાશ દર્શન-જ્ઞાન છે, જીવ સદા પ્રકાશે છે. સંસારમાં શુદ્ધ
પરમાત્માને શુદ્ધ દર્શન-જ્ઞાન હોય છે ને અંતરાત્માને એકદેશ શુદ્ધ
દર્શન-જ્ઞાન હોય છે. દર્શન-જ્ઞાનનો પ્રકાશ જ્ઞેયને દેખે જાણે છે; તે
શક્તિ શુદ્ધ છે. તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન જ્ઞાન આત્મા
વગર હોય નહિ, એ મારો સ્વભાવ છે – એમ દર્શન – જ્ઞાનને પ્રતીતિમાં
માને. ‘अहं अस्मि [ હું છું ]’ એમ પોતાને દર્શન-જ્ઞાનમાં સ્થાપે,
ધ્યાનમાં ‘अहं अस्मि – अहं अस्मि (અર્થાત્ હું છું – હું છું)’ એમ માને.
જેમ દેહમાં અહંબુદ્ધિ ધરીને પોતાપણું માને છે તેમ દર્શન-જ્ઞાનમાં
‘હું’ પણું માનીને અહં (બુદ્ધિ) ધરે. દર્શન-જ્ઞાનમાં, ધ્યાનમાં અહંપણું
માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં
પોતાપણું જાણે અને જ્ઞાનસ્વરૂપ ઉપયોગ હું છું – એવી અહંબ્રહ્મબુદ્ધિ
આવે; ત્યારે બ્રહ્મમાં અહંબુદ્ધિ આવતાં એવું સુખ થયું કે દુઃખલોકને
છોડીને અવિનાશી આનંદલોકને પામ્યો; ‘હું બ્રહ્મ – હું બ્રહ્મ હું બ્રહ્મ છું’
એમ વારંવાર બુદ્ધિદ્વારા પ્રતીતિ કરે ત્યારે કેટલોક કાળ ધ્યાનમાં એવો
પ્રતીતિ ભાવ દ્રઢ રહે પછી (એ પ્રમાણે) દ્રઢ રહેતાં રહેતાં અહંપણું
( – ‘હું’પણું) છૂટી જાય અને ‘અસ્મિ’ ( – ‘છું’ – એવો ભાવ) રહે,
૧૦૮ ]
ચિદ્દવિલાસ