અસ્મિ એટલે ‘ચૈતન્ય છું’ એવો (ભાવ) રહે, ચૈતન્ય ‘હું’ છું એવો
ભાવ (અસ્મિભાવ) રહી જાય ‘છું – છું’ એવો ભાવ રહી જાય ત્યારે
પરમાનંદ વધે અને વચનાતીત મહિમાનો લાભ થાય, તથા સ્વપદની
પ્રતીતિરૂપ રહ્યા કરે – તેને અસ્મિતા અનુગત, સમાધિ કહીએ. તેનાથી
અપૂર્વ આનંદ વધે છે.
અહંઅસ્મિ (અર્થાત્ હું છું) એવો શબ્દ છે, સ્વરૂપમાં ‘હું છું’
એવો ભાવ તે તેનો અર્થ છે, અને તે (બંને)નું જાણપણું તે જ્ઞાન છે.
એ પ્રમાણે ત્રણે ભેદ આમાં પણ લગાડવા.
૭. નિર્વિતર્ક – અનુગત સમાધિા
હવે, નિર્વિતર્ક – અનુગત સમાધિ કહીએ છીએઃ –
અભેદ નિશ્ચલ સ્વરૂપભાવ (રૂપ) દ્રવ્યમાં અથવા ગુણમાં કે જ્યાં
વિતર્કણા નથી, (અને) નિશ્ચળતામાં નિર્વિકલ્પ નિર્ભેદ ભાવના (છે),
એકાગ્ર, સ્વસ્થિર, સ્વપદમાં લીનતા છે, ત્યાં નિર્વિકલ્પ સમાધિ કહીએ.
નિર્વિતર્ક એવો શબ્દ છે. ‘નિર્વિતર્ક એટલે તર્કરહિત સ્વપદમાં
લીનતા – એવો તેનો અર્થ છે, અને તેનું જ્ઞાન તે જ્ઞાન છે. ત્રણ ભેદો
આમાં પણ લગાડવા.
૮. નિર્વિચાર – અનુગત સમાધિા
હવે, નિર્વિચાર – અનુગત સમાધિ કહીએ છીએઃ —
અભેદ સ્વાદમાં એકત્વ અવસ્થા જાણી, ત્યાં વિચાર નથી, સ્વરૂપ
ભાવનાની નિશ્ચળવૃત્તિ થઈ છે, દ્રવ્યમાં હોય તોય નિશ્ચળ છે,
ગુણભાવના હોય તોય નિશ્ચળ છે અને પર્યાયવૃત્તિ પણ નિશ્ચળ છે,
રાગાદિ વિકાર મૂળમાંથી ગયા, સહજાનંદ સમાધિ પ્રગટી, નિજ વિશ્રામ
પ્રાપ્ત થયો, વિશુદ્ધ વિશુદ્ધ થતો ગયો, સ્થિરતા થઈ, નિર્વિકલ્પદશા થઈ;
અર્થથી અર્થાંતર, શબ્દથી શબ્દાંતર કે જોગથી જોગાંતર – (એવો) વિચાર
સમાધિનું વર્ણન[ ૧૦૯