મટ્યો, ભેદ વિચારરૂપ વિકલ્પથી છૂટ્યો અને પરમાત્મદશાની નજીક
આવ્યો. ( – આવી દશાને) નિર્વિચાર સમાધિ કહીએ.
નિર્વિચાર એવો શબ્દ, ‘વિચાર રહિત’ એવો તેનો અર્થ (અને
તેનું) જાણપણું તે જ્ઞાન – એ ત્રણે ભેદ (અહીં પણ) લગાડવા.
૯. નિરાનંદ – અનુગત સમાધિા
હવે નિરાનંદ – અનુગત સમાધિ કહીએ છીએઃ —
સંસાર – આનંદ સર્વ છૂટ્યો, ઇન્દ્રિયજનિત વિષયવલ્લભદશા
ગઈ, વિકલ્પવિચારદ્વારા જે આનંદ હતો તે મિથ્યા જાણ્યો, પરમિશ્રિત
આનંદ આવતો હતો તે ગયો અને સહજાનંદ પ્રગટ્યો. પરમપદવીની
નજીક ભૂમિકા ઉપર આરૂઢ થયો, અહીં જ્યાં વિભાવ મટ્યો ત્યાં
એમ જાણ્યું કે આ મુક્તિદ્વારમાં પ્રવેશ નજીક છે, અવિઘ્નપણે
મુક્તિવધુ સાથેનો સંબંધ તથા અતીન્દ્રિય ભોગ થવાનું નજીક જાણ્યું –
આવી (દશાને) નિરાનંદ – અનુગત સમાધિ કહીએ.
નિરાનંદ એવો શબ્દ, ‘પર – (ઇન્દ્રિયજનિત) આનંદ રહિત’
એવો તેનો અર્થ અને તેનું જાણપણું તે જ્ઞાન – એ ત્રણ ભેદ આમાં
પણ લગાડવા.
૧૦. નિરસ્મિતા – અનુગત સમાધિા
હવે, નિરસ્મિતા – અનુગત સમાધિ કહીએ છીએઃ —
ब्रह्मः अहं अस्मि (અર્થાત્ હું બ્રહ્મ છું) – એવો જે અસ્મિ ભાવ
હતો. તે અસ્મિભાવ (હું છું – એવો વિકલ્પ) પણ દૂર થયો, વિકાર
અત્યંત મટી ગયો, ‘અસ્મિ’ ( – હું છું – એમ) મેં માન્યું હતું તે પણ
મટી ગયું; નિજપદનો જ ખેલ છે, પરનું બળ ન થયું; પરમ સાધક
છે, પરમ સાધ્ય સાથે ભેટ થઈ છે, (તે ભેટ) એવી થઈ છે કે
મન મળી ગયું. સ્વરૂપમાં પોતે પોતાને જ સવસંવેદન વડે જાણ્યો પણ
૧૧૦ ]
ચિદ્દવિલાસ