માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
સમ્યગ્દર્શન તે ‘દર્શનસામાયિક’ છે; અને તે મૂળના આધારે પ્રગટતું
વીતરાગી ચારિત્ર તે ‘ચારિત્ર સામાયિક’ છે. તથા સમ્યગ્દર્શન પોતે
‘મિથ્યાત્વનું પ્રતિક્રમણ’ છે અને વીતરાગી ચારિત્ર તે ‘અસંયમનું
પ્રતિક્રમણ’ છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના હોતું નથી.
સમ્યગ્દર્શન
એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યક્ત્વ છે એમ ભાવના કરવી.
આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની
વિગત અનુક્રમણિકામાં આપી છે.
વીરશાસન જયંતી ૨૪૭૬
સોનગઢ, (સૌરાષ્ટ્ર)