સમ્યક્ત્વગુણની પ્રધાાનતા
[૧૪] સમ્યક્ત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨માં) નીચે મુજબ
આપ્યું છે –
‘‘સમ્યક્ત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્
આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું અનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય,
યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યક્ત્વ છે કે જ્યાં
વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્
છે.
સમ્યક્ત્વની છ ભાવના
સમ્યગ્દર્શનનું નિશ્ચય સ્વરૂપ તો એક જ પ્રકારે છે, તો પણ તેના
સ્વરૂપનું નિર્મળ જ્ઞાન થવા માટે વ્યવહારે આ ગ્રંથમાં સમ્યક્ત્વના ૬૭
ભેદો કહ્યા છે; તેમાં સમ્યક્ત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા
યોગ્ય હોવાથી નીચે આપ્યું છે –
‘‘૧. (મૂળ ભાવના) – સમ્યક્ત્વ સ્વરૂપઅનુભવ તે સકળ નિજધર્મમૂળ-
શિવમૂળ છે, જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે, એમ ભાવે.
૨. (દ્વાર ભાવના) – ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વ દ્વાર છે.
૩. (પ્રતિÌા ભાવના) – વ્રત – તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી
છે.
૪. (નિધાાનભાવના) – અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના) – નિજ ગુણનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના) – સર્વ ગુણોનું ભાજન (સમ્યક્ત્વ) છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે, તેમ ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. ધર્મનો
અર્થ વીતરાગી ચારિત્ર છે. સમ્યગ્દર્શનરૂપ મૂળ વગરના વ્રત અને તપ તે
[ ૯ ]