હોવાથી તેને આ ગ્રંથમાં કારણ તરીકે લેવામાં આવ્યું નથી.
વ્યવહાર તથા નિશ્ચય
[૧૦] આ વિષયોનું ઘણું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં આપવામાં આવ્યું
છે (જુઓ પૃ. ૪૬ થી ૫૯). મુમુક્ષુઓએ એ બંને નયોનું સ્વરૂપ જાણવું
જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બંને નયો ઉપાદેય
છે કે તેમાંથી એક ઉપાદેય છે? – તે જાણી શકાય નહિ. નયપ્રમાણદ્વારા
યુક્તિથી શિવ-સાધન થાય છે.
[૧૧] આ સંબંધે પણ જનતામાં, ત્યાગી તેમજ વિદ્વાનોમાં મોટા
ભાગે એવી માન્યતા છે કે બંને નયોના વિષયો ઉપાદેય છે, અને વ્યવહાર
કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિમા, વ્રત, મહાવ્રતરૂપ
વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય)
પ્રગટશે. – તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬મા પાને
નીચેના શબ્દોમાં કહ્યું છે —
‘‘વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ – દ્વેષ
–
મોહ – ક્રોધ
–
માન – માયા
–
લોભાદિક (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું – સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.’’
[૧૨] – એ પ્રમાણે બંને નયોનું યથાર્થ જ્ઞાન
–
વ્યવહારને હેય અને
નિશ્ચયને ઉપાદેય – ગ્રહણ કરવું તે બંને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહારનયના
આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બંને નયોનો નાશ થાય છે.
સમ્યગ્દર્શન એટલે નિયત
[૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન
કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વે દ્રવ્યના પર્યાયો
નિયત હોય છે – એવું યથાર્થ જ્ઞાન – સ્વ તરફના પુરુષાર્થ સહિત હોય છે,
તેથી સમ્યગ્દર્શનનું એક નામ ‘નિયત’ છે. (જુઓ પૃ. ૪૯ છેલ્લેથી બીજી
લીટી)
[ ૮ ]