Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 127

 

background image
‘‘(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને
પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી જે જે ભાવની જેવી જેવી રીત વMે પ્રવર્તના છે (તે
તે) ભાવ તેવી તેવી રીત પામીને પરિણમેએને પણ નિશ્ચય કહે છે.’’
[૭] આ પ્રમાણે આત્માનો સર્વજ્ઞસ્વભાવ અને નિમિત્ત-નૈમિત્તિક
સંબંધવાળા પર્યાયો સહિતના દ્રવ્યોના તમામ પર્યાયો ક્રમબદ્ધ હોવાનું જેણે
સ્વીકાર્યું તેને પરની અને વિકારોની કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
(૮) એક જ સમયે કારણકાર્ય તથા શાશ્વત અને ક્ષણિક
એવા ઉપાદાનના બે ભેદો
દરેક પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે આ ગ્રંથમાં કારણકાર્યનું સ્વરૂપ
બહુ સારી રીતે પૃ. ૩૫ થી ૩૭ તથા ૪૦૪૧માં આપ્યું છે; તેનો ખાસ
અભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં કહ્યું છે કે
(૧) ‘‘કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.’’ (પૃ. ૩૬)
(૨) ‘‘પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.’’ (પૃ. ૪૦)
(૩) ‘‘પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની
અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું
કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું
કારણ છે.’’ (પૃ. ૯૫)
[૯] કારણ-કાર્ય સંબંધે ઘણા જીવોની એક મહાન ભૂલ એ થાય
છે કે દ્રવ્યમાં ઉપાદાનશક્તિ તો છે પણ જો નિમિત્ત આવે તો ઉપાદાનમાં
કાર્ય થાય અને ન આવે તો ન થાય
એમ તેઓ માને છે. આ પણ અનાદિથી
ચાલી આવતી બે દ્રવ્યોના એકપણાની માન્યતા છે. આ માન્યતા અયથાર્થ
છે એમ બતાવવા માટે ઉપાદાનના ક્ષણિક ઉપાદાન અને શાશ્વત ઉપાદાન
એમ બે પ્રકાર કહ્યા છે. (જુઓ પૃ. ૪૬) માટે એ બંને પ્રકારના ઉપાદાન
માની, દરેક દ્રવ્યના પર્યાય સમય સમયે તે તે સમયના ‘ક્ષણિક ઉપાદાન’ના
કારણે થાય છે
એમ સમજવું અને નિમિત્ત તો માત્ર ઔપચારિક કારણ
[ ૭ ]