ઉપચારસંજ્ઞા થઈ. વસ્તુ શક્તિ ઉપચાર નથી....તે જ સ્વચ્છ (ત્વ) શક્તિ
છે, જેમ અરીસામાં, જો ઘટ પટ દેખાય છે. તો નિર્મળ છે અને જો ન
દેખાય તો મલિન છે. તેમ જ જ્ઞાનમાં જો સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ
છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્યપ્રદેશ વડે તો જ્ઞેયમાં
જતું નથી – જ્ઞેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો
જ્ઞેયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય, માટે દ્રવ્યથી (જ્ઞાનને)
જ્ઞેયવ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ એવી સ્વપરપ્રકાશક શક્તિ છે તે શક્તિના
પર્યાય વડે જ્ઞેયોને જાણે છે.’’ (પ-. ૧૩ – ૧૪)
લક્ષણ : – ‘‘જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વપર
પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ કે જો કેવળ સ્વસંવેદ જ (અર્થાત્
માત્ર પોતાને જાણનાર) છે તે સ્વ – પર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય.
સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં
આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વપર પ્રકાશક શક્તિ
માનવાથી સર્વ સિદ્ધિ છે.’’ (પૃ. ૧૬)
[૪] આ ઉપરથી સિદ્ધ થયું કે જેઓ આત્માનો સર્વજ્ઞસ્વભાવ નથી
માનતા તેઓ આત્માને માનતા જ નથી, તેથી તેમને ધર્મ અંશે પણ પ્રગટે
નહિ.
[૫] કેટલાક એમ માને છે કે આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે કે નહિ
તે ઝંઝટમાં આપણે પડવું નહિ, પણ આપણે તો રાગને પૃથક્ કરવો; તેઓને
આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં.
ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન
[૬] આત્માને સર્વજ્ઞ માનતાં એ પણ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યના
ક્રમબદ્ધ પર્યાયો યથાઅવસરે પ્રગટે છે. તે પર્યાય પ્રગટ થાય ત્યારે જે નૈમિત્તિક
ભાવ – શુદ્ધ કે અશુદ્ધ થાય તેમાં નિમિત્ત યથાઅવસરે પોતપોતાને કારણે
હોય જ છે. આ સંબંધમાં આ ગ્રંથના નિશ્ચયઅધિકાર પૃ. ૫૫માં નીચે
પ્રમાણે કહ્યું છે –
[ ૬ ]