Chidvilas (Gujarati). Bhoomika Atmano Sarvagnya Swabhav.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 127

 

background image
ભૂમિકા
[૧] આ ગ્રંથનું નામ શ્રી ‘ચિદ્દવિલાસ’ છે. તેના કર્તા પં. દીપચંદજી
શાહ કાશલીવાલ છે. આ ગ્રંથ મૂળ હિંદી (-ઢૂંઢારી) ભાષામાં છે. તેમાં
આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી
ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
[૨] વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ જીવ કદી પણ ધર્મ
લેશમાત્ર કરી શકે નહિ અને વસ્તુસ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું
જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી
સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો
તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે
આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
[૩] ઘણા જીવો કહે છે કે આત્માનો સર્વજ્ઞસ્વભાવ ન હોઈ શકે;
અને તેનું કારણ તેઓ એવું કલ્પે છે કે જો સર્વજ્ઞને માનીએ તો આત્માનો
કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું
જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જૂઠો છે માટે સર્વજ્ઞપણું જૂઠું છે. તેમની
આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે. એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું
છેઃ
‘જેમ અરીસામાં ઘડો, વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે ‘દેખવું’ તે
તો ઉપચારદર્શન નથી; (તેમ જ્ઞાન) જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું
નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકશક્તિ
છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય વ્યાપક વડે લીન થયેલો
અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી
[ ૫ ]