૧૦ ]
ચિદ્દવિલાસ
સમ્યક્ત્વની પ્રધાાનતા
જીવમાં ગુણો અનંત છે; તેમાં સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર,
સુખ એ વિશેષરૂપ છે – પ્રધાન છે. વસ્તુનો યથાવત્ નિશ્ચય થવો તેને
સમ્યક્ કહીએ. તે ૧અનંત પ્રકારે છે. સમ્યક્ નિર્વિકલ્પ દર્શન (ઉપયોગ)
તેને કહીએ કે જે દેખવા – માત્ર પરિણમ્યું.
સમ્યક્ સવિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે સ્વજ્ઞેયભેદોને
જુદા જુદા દેખે છે ને પરજ્ઞેયભેદોને જુદા દેખે છે.
(જે) જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું તે નિર્વિકલ્પ સમ્યગ્જ્ઞાન છે.
(જે જ્ઞાન) સ્વજ્ઞેયભેદને જુદા જાણે છે ને પરજ્ઞેયભેદને જુદા
જાણે છે તેને સવિકલ્પ સમ્યગ્ જ્ઞાન કહીએ.
(જે) આચરણરૂપ પરિણમ્યું તેને નિર્વિકલ્પ સમ્યક્ચારિત્ર કહીએ.
(જે) સ્વજ્ઞેયને આચરે છે ને પરજ્ઞેયના ત્યાગને આચરે છે તેને
સવિકલ્પસમ્યક્ચારિત્ર કહીએ. ઇત્યાદિ ઘણા ભેદો છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેઃ – સમ્યક્ત્વ ઉપયોગ છે કે નહિ? જો
ઉપયોગ હોય તો ઉપયોગના બાર ભેદ કેમ કહ્યા? આઠ જ્ઞાનના અને
ચાર દર્શનનાં; (તેમાં) સમ્યક્ત્વ તો ન લાવ્યા? જો સમ્યક્ત્વ ઉપયોગ
નથી તો પ્રધાન કઈ રીતે સંભવે છે?
તેનું સમાધાન આ સમ્યક્ત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે; કેમકે
૧. અહીં દર્શન અપેક્ષાએ બે ભેદ, જ્ઞાન અપેક્ષાએ બે ભેદ ને ચારિત્ર અપેક્ષાએ
બે ભેદ – એ રીતે સમ્યક્ત્વના છ ભેદ સમજાવ્યા છે. અને એ રીતે અનંત
ગુણોની અપેક્ષાએ સમ્યક્ત્વના અનંત ભેદ પડે છે, તેથી અહીં સમ્યક્ત્વને
અનંત પ્રકારે કહ્યું છે, એમ સમજવું.