(બીજી આવૃત્તિ પ્રસંગે)
પ્રકાશકીય નિવેદન
આ ‘ચિદ્દવિલાસ’ ગ્રંથ, અધ્યાત્મ અને સિદ્ધાંતનું સૂક્ષ્મ જ્ઞાન જેમને હતું
તેવા શ્રી દીપચંદજી કાશલીવાલનો રચેલ છે. ગ્રંથ નાનો હોવા છતાં, સૈદ્ધાંતિક
વિષયની સૂક્ષ્મતા અને નિરૂપણ મહાન પરમાગમોમાં હોય તેવો વિષય તેમણે
આ ગ્રંથમાં લખ્યો છે. તે સંબંધી ટૂંકામાં ‘‘ભૂમિકા’’માં વર્ણન કરેલ છે; ગ્રંથ
કર્તાની બીજી પણ રચનાઓ, અનુભવ-પ્રકાશ, જ્ઞાનદર્પણ, અધ્યાત્મ પંચ સંગ્રહ,
ભાવદીપિકા વગેરે પણ જિજ્ઞાસુ મુમુક્ષુઓએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
ગુજરાતીભાષી મુમુક્ષુ સમાજ આ ગ્રંથને સરળતાથી સમજી શકે તે માટે
પ્રથમ વિક્રમ સંવત ૨૦૦૬માં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથનું પ્રકાશન
કરવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી પ્રાપ્ય નહિ હોવાથી અને મુમુક્ષુઓની
માગણી રહેવાથી બીજી આવૃત્તિરૂપે હાલ પ્રકાશન કરવામાં આવેલ છે.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના મહાન પ્રભાવના ઉદયે પ્રતિદિન
સત્ ધર્મ-પ્રભાવના વૃદ્ધિગત થઈ રહી છે અને સત્ સાહિત્ય દ્વારા સારાયે
ભારતમાં તત્ત્વ-પ્રચાર અતિ સુંદર થઈ રહ્યો છે અને આ ટ્રસ્ટમાં પ્રતિવર્ષ લાખો
રૂપિયાનું સાહિત્ય વેચાણ થાય છે; તે ગુરુદેવશ્રીનો મહાન પ્રતાપ છે; સમાજ
ઉપર અનુપમ ઉપકાર છે.
આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રથમ સંસ્કરણ વખતે ભાઈશ્રી બ્ર.
ચંદુલાલ ખીમચંદભાઈએ કરી આપેલ, તે બદલ તેમનો આભાર માનવામાં
આવે છે.
અંતમાં, આ અધ્યાત્મ-ગ્રંથના સ્વાધ્યાયથી મુમુક્ષુ જીવો નિજહિત સાધે
તેવી ભાવના છે.
બીજા શ્રાવણ વદ – ૭
સોનગઢ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ૩ ]