૪૮ ]
ચિદ્દવિલાસ
નિશ્ચય
✽
जेसिं गुणाणं पचयं, णियसहावं च अभेयभावं च ।
दव्वपरिणमणाधिणं तण्णिच्छयं भणियं ववहारेण ।।
येषां गुणानां प्रचयं, निजस्वभावं च अभेदभावं च ।
द्रव्यपरिणमनाधीनं, तं निश्चयं भणितं व्यवहारेण ।।
येषां गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं । पुनः येषां द्रव्य-गुण-पर्यायाणां
निजस्वभावं निजजातिस्वरूपं तं निश्चयं । पुनः येषां द्रव्य-गुणानां गुणशक्ति
पर्यायाणां यं अभेदभावं एकप्रकाशं तं निश्चयं । पुनर्येषां द्रव्याणां यं
द्रव्यपरिणमनाधीनं तस्य द्रव्यस्य परिणाम आश्रयं भावं तं निश्चयं, एतादृशं
निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं ।
(૧) જે નિજ અનંત ગુણો (છે) તેનો જે પરસ્પર એક જ સમૂહ –
પુંજ તે નિશ્ચયનું રૂપ જાણવું. (૨) એક નિજ દ્રવ્યના અનંત ગુણ-
પર્યાયોનું જે કેવળ નિજ જાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું. (૩)
એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત
પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન)
પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે – એ નિશ્ચય જાણવો; એવા
એવા ભાવોને વચનદ્વારથી નિશ્ચય સંજ્ઞા કહી.
ભાવાર્થઃ – (૧) હે સંત! આ નિજ નિજ અનંત ગુણો મળીને
જે એક પિંડ (રૂપ) ભાવ-એક (રૂપ) સંબંધ જ (છે), તેને ગુણનો પુંજ
કહીએ; તે ગુણ-પુંજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ
ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ – પુંજને વસ્તુ કહીએ;
માટે આ વસ્તુને નિશ્ચયસંજ્ઞા જાણવી.
✽આત્માવલોકન ગાથા ૧૧ તથા ટીકા