વ્યવહાર
[ ૪૭
વિગેરે એકેક ગુણમાં કોઈ જઘન્ય – ઉત્કૃષ્ટપણાથી પરિણતિભેદ કરવા,
એક વસ્તુના નિશ્ચય – વ્યવહાર પરિણતિથી ભેદ કરવા
–
(એ પ્રમાણે) તે
સર્વે ભેદભાવ, વ્યવહારપરિણતિ (એવા) ભેદ કરવા. એવી એવી રીતે
એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
(૩)
ગુણ બંધાયા, ગુણ છૂટ્યા, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટ્યું – એવા સર્વે
ભાવોને પણ વ્યવહાર કહીએ.
(૪)
વળી ચિરકાળના (વિ)ભાવના વશથી, સ્વભાવ છોડીને દ્રવ્ય-ગુણ-
પર્યાયને અન્યભાવ કહીએ. (જેમ કે – ) જ્ઞાનીને અજ્ઞાની, સમ્યક્ત્વીને
મિથ્યાત્વી, સ્વસમયીને પરસમયી, સુખીને દુઃખી; અનંત જ્ઞાન-દર્શન-
ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યક્ત્વને
મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને
મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એકપ્રદેશી પુદ્ગલને બહુપ્રદેશી, પુદ્ગલને
કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણા-ગુણસ્થાનાદિ જેટલી પરિણતિ, વડે
નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ-સંવર
( – નિર્જરા)
– બંધ અને મોક્ષપરિણતિ વડે નિરૂપવો (તે), અને જેટલું
વચનપિંડવડે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક સામાન્યથી – સમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ
જાણવો; – આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે, જે ભાવ વસ્તુ સાથે
અવ્યાપકરૂપ સંબંધવાળો હોય – વસ્તુ સાથે વ્યાપ્યવ્યાપક (રૂપ) એકમેક
સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામે – આવું વ્યવહાર ભાવનું કથન
દ્વાદશાંગ વિષે ચાલ્યું છે તે જાણવું.
આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપ કહ્યું.
✾