૫૦ ]
ચિદ્દવિલાસ
જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં
આવતો નથી. – એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે જે વિકારભાવ (છે,
તે) પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે, અને તે તે દ્રવ્યના
પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે, – તે પણ નિશ્ચય સંજ્ઞા નામ
પામે ઇતિ નિશ્ચયઃ
વળી, ‘च’ કારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. (તે પ્રકારોનું
વર્ણન કરે છે)ઃ –
(૫) નિજ વસ્તુની જેટલી પરિમિતિ ( – ક્ષેત્ર) છે તેટલી પરિમિતિ
વિષે જ દ્રવ્ય-ગુણ-પર્યાયનાં જ વ્યાપ્ય-વ્યાપક, થઈને વર્તે છે, પોતપોતાની
સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે. – એને પણ
નિશ્ચય કહીએ.
(૬) વળી, જે ભાવ જે ભાવનો પ્રતિપક્ષી-વૈરી હોય તે તેની સાથે
જ વૈર કરે, બીજા સાથે ન કરે – એને પણ નિશ્ચય કહીએ.
(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય – એને
પણ નિશ્ચય કહીએ છીએ.૧
(૮) વળી, જે જે ભાવની જેવી જેવી રીત વMે પ્રવર્તના છે
(તે તે ભાવ) તેવી તેવી રીત પામીને પરિણમે – એને પણ નિશ્ચય
કહે છે.
(૯) એક પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે.
(૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય
લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે, તે (એક)
ગુણરૂપના ભાવ થાય છે.
ભાવાર્થ : – કહેવામાં તો એક જુદું રૂપ લઈને કહીએ છીએ;
૧. જુઓ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૨૧-૨-૩. સમયસાર ગા. ૩૦૮ થી
૩૧૧ની ટીકા, પ્રવચનસાર. ગાથા ૯૯ ની ટીકા.