નિશ્ચય[ ૫૧
પરંતુ તે જ એક ગુણનું રૂપ છે, (અને) તે જ સર્વનો રસ છે. વળી,
જો કોઈ એમ જ માને કે ‘અન્ય રૂપ નથી, એક જ છે,’ તો ત્યાં
અનર્થ ઊપજે છે. જેમ કે એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાન વિષે બીજા
ગુણનું રૂપ નથી – એમ જેણે માન્યું તે પુરુષે જ્ઞાનને ચેતનરહિત, તેમ
જ અસ્તિત્વ – વસ્તુત્વ – જીવત્વ અમૂર્તત્વ વગેરે સર્વ રહિત માન્યું. પરંતુ
એમ માનતાં જ્ઞાનગુણ કઈ રીતે રહ્યો? શા કારણે રહ્યો? તે ન જ
રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ
છે તે સર્વ સ્વરસ છે (અર્થાત્ એક ગુણના રૂપમાં બધા ગુણોનું રૂપ
અભેદપણે આવી જાય છે), આવા સર્વ સ્વરસને પણ નિશ્ચય કહીએ.
(૧૨) વળી, કોઈ દ્રવ્ય (બીજા) કોઈ દ્રવ્ય સાથે ન મળે, કોઈ
ગુણ (બીજા) કોઈ ગુણ સાથે ન મળે (અને) કોઈ પર્યાય-શક્તિ (બીજી)
કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, આવો જે અમિલનભાવ તેને પણ નિશ્ચય
કહીએ.
નિશ્ચયનો સામાન્ય અર્થ તો આટલો કહીએ – સંક્ષેપથી આટલો જ
અર્થ જાણવો. નિજ વસ્તુ સાથે જે ભાવ વ્યાપ્યવ્યાપકરૂપ એકમેક
સંબંધવાળો હોય તેને નિશ્ચય જાણવો.
(૧૩) કર્તા ભેદ વિષે (તેમ જ) કર્મ ભેદ વિષે પણ (અને) ક્રિયા
ભેદ-વિષે પણ – એ ત્રણેય ભેદ વિષે એક જ સ્વભાવને દેખવો; એક
ભાવના એ ત્રણ ભેદ નીપજે છે, – એવો (જે) એક ભાવ (તેને) પણ
નિશ્ચય કહીએ.
(૧૪) સ્વભાવ ગુપ્ત છે કે પ્રગટરૂપ પરિણમે છે (પરંતુ) તેની
નાસ્તિ તો નથી, – આવો જે અસ્તિત્વભાવ તેને નિશ્ચય કહીએ.
આવા આવા ભાવોને નિશ્ચય સંજ્ઞા જાણવી. જિનાગમ વિષે એમ
કહી છે. એ પ્રમાણે નિશ્ચયનું વર્ણન પૂરું થયું.
✤