૫૨ ]
ચિદ્દવિલાસ
પર્યાયાર્થિક નયના પ્રકારો
ૠજુસૂત્ર નય કહીએ છીએઃ – સમયે સમયે જે પરિણતિ થાય
તે સૂક્ષ્મ ૠજુસૂત્ર (એવો) ભેદ છે (અને) લાંબા કાળની મર્યાદાવાળો
જે સ્થૂળ પર્યાય થાય તેને સ્થૂળ ૠજુસૂત્ર કહીએ.
દોષ રહિત શુદ્ધ શબ્દ કહેવા તેને શબ્દનય કહે છે.
જેટલા શબ્દ તેટલા નય.
એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને
સમભિરૂઢ કહીએ, જેમ કે ગો શબ્દના અનેક અર્થો છે, પરંતુ ગાય
અર્થને વિષે તે સમભિરૂઢ છે. તે સમભિરૂઢના અનેક ભેદ છે. – સાદિરૂઢ,
અનાદિરૂઢ, સાર્થકરૂઢ, અસાર્થકરૂઢ, ભેદરૂઢ, અભેદરૂઢ, વિધિરૂઢ,
પ્રતિષેધ રૂઢ – ઇત્યાદિ ભેદો છે.
જેવો પદાર્થ હોય તેવું જ તેનું નિરૂપણ કરવું તે એવંભૂતનય છે.
જેમ કે इन्द्रतीति इन्द्रः न शक्रः (અર્થાત્ જે શાસન કરે છે તે ઇન્દ્ર
છે, શક્ર નથી એમ કહેવું) તે એવંભૂત છે.
(હવે) પર્યાયાર્થિક નયના છ ભેદ છે; (તે કહે છે-✽)
(૧) અનાદિ નિત્ય પર્યાય, જેમ કે નિત્ય મેરુ આદિ.
(૨) સાદિનિત્ય પર્યાય, જેમ કે સિદ્ધ પર્યાય.
(૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ
અનિત્યશુદ્ધપર્યાયાર્થિક; જેમ કે પર્યાયો સમયે સમયે વિનાશી છે.
✽
જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૯ થી ૬૩; નયચક્ર પૃ. ૬ – ૭.