Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 113
PDF/HTML Page 70 of 127

 

background image
૫૬ ]
ચિદ્દવિલાસ
એકત્વ છે. જો એક અંગમાં જીવ હોય તો જ્ઞાનજીવ, દર્શનજીવ
પ્રમાણે અનંત ગુણો અનંત જીવ થઈ જાય. માટે અનંત ગુણનો પુંજ
જીવવસ્તુ છે.
[વળી જીવમાં એક ચિતિશક્તિ (ચૈતન્યશક્તિ) કહેવામાં આવી
છે.] અહીં કોઈ પ્રશ્ન કરે કેજો ચેતના ભાવને (જીવનશક્તિની
વ્યાખ્યામાં) જીવનું લક્ષણ કહ્યું, તો ચૈતન્યશક્તિ જુદી શા માટે કહી?
તેનું સમાધાન
ચૈતન્યશક્તિ જે છે તે જડના અભાવથી છે. અને
જ્ઞાનચેતના આદિ અનંત ચેતના સહિત છે. તે અનંત ચેતનાના પ્રકાશરૂપ
ચિદ્શક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો
અભાવ છે. ચેતના પ્રકાશરૂપ છે. અનંત ગુણ
પર્યાય (રૂપ) ચેતના
પ્રાણને ધારણ કરીને જીવનશક્તિ સદા જીવે છે. વિશેષ (રૂપે જોતાં) ગુણ
તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ
પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ
પામે. માટે ચેતનાલક્ષણ જીવવસ્તુનું છે; અને ચિદ્શક્તિ જુદી કહી, તે
ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે
બતાવવા માટે (તેને) જુદી કહી, પણ (અભેદપણે)) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ
સામાન્ય ચેતના ચેતનાના પુંજરૂપ છે અને
વિશેષ ચેતના, જ્ઞાનચેતના દર્શનચેતના (વગેરે) અનંતરૂપ છે; સામાન્ય
ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ
જાણવામાં ન આવે. તેમ
જીવનશક્તિથી ચેતનભાવ જુદો નથી, પણ
ચેતનભાવોનું વિશેષ કહ્યા વિના જીવનશક્તિનું સ્વરૂપ જાણવામાં ન
આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે
અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્
જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને
જાણવાથી જીવ જગત્પૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.
❍ ❑ ❍
૧. ગુજ. સમયસાર પૃ. ૫૦૩.