[ ૫૭
પ્રભુત્વ શકિત
હવે પ્રભુત્વશક્તિ કહીએ છીએઃ –
અખંડ પ્રતાપ સ્વતંત્ર શોભિત પ્રભુત્વશક્તિ [ – જેનો પ્રતાપ
અખંડિત છે એવા સ્વાતંત્ર્યથી ( – સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું
લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.૧] સામાન્યપણાથી તો એકરૂપ વસ્તુનું
પ્રભુત્વ બિરાજી રહ્યું છે, અને વિશેષપણે દ્રવ્યનું પ્રભુત્વ જુદું છે, ગુણનું
પ્રભુત્વ જુદું છે અને પર્યાયનું પ્રભુત્વ જુદું છે. દ્રવ્યના પ્રભુત્વથી ગુણ-
પર્યાયનું પ્રભુત્વ છે અને ગુણ-પર્યાયના પ્રભુત્વથી દ્રવ્યનું પ્રભુત્વ છે;
કેમકે દ્રવ્ય વડે ગુણ-પર્યાય છે, ગુણ-પર્યાય વડે – દ્રવ્ય છે. દ્રવ્ય ગુણી છે,
ગુણ (તે) ગુણ છે. ગુણીદ્વારા ગુણની સિદ્ધિ છે, ગુણ દ્વારા ગુણીની સિદ્ધિ
છે, (હવે) વિશેષ પ્રભુત્વ કહીએ છીએ.
દ્રવ્યનું પ્રભુત્વ
દ્રવ્યમાં જે પ્રભુત્વ છે તે ગુણ-પર્યાયના અનંત પ્રભુત્વ સહિત છે,
તથા અખંડિતપ્રતાપ સહિત છે; (તે) ગુણ-પર્યાયને દ્રવે છે તેથી ગુણ-
પર્યાયના સ્વભાવને ધારણ કરીને દ્રવ્યના અનંત મહિમારૂપ પ્રભુત્વને
દ્રવ્યમાં પ્રકટ કરે છે. તે એક અચલ દ્રવ્યનું પ્રભુત્વ અનેક સ્વભાવ –
પ્રભુત્વનું કર્તા પ્રવર્તે છે એટલે સર્વ પ્રભુત્વનો પુંજ દ્રવ્યપ્રભુત્વ છે. હવે
ગુણનું પ્રભુત્વ કહીએ છીએ.
ગુણનું પ્રભુત્વ
પ્રથમ સત્તાગુણનું પ્રભુત્વ કહીએ છીએ. દ્રવ્યનું સત્તા લક્ષણ છે;
તે સત્તાલક્ષણ અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભિત છે. તે સામાન્ય-
વિશેષ પ્રભુત્વ સહિત છે તે સત્તાનું સામાન્ય પ્રભુત્વ કહીએ છીએ – સત્તા
૧. સમયસાર ગુજ૦ પૃ. ૫૦૩-૪