[ ૫૯
વીર્યશકિત
હવે વીર્યશક્તિનું સ્વરૂપ કહીએ (છીએ)ઃ —
પોતાના સ્વરૂપને નિષ્પન્ન કરનારી, સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે;૧
તે સામાન્ય અને વિશેષ એવા બે ભેદવાળી છે. વસ્તુના સ્વરૂપને નિષ્પન્ન
રાખવાનું જે સામર્થ્ય તે તો સામાન્ય વીર્યશક્તિ છે. વિશેષ વીર્યશક્તિના
ત્રણ ભેદ છે – દ્રવ્યવીર્યશક્તિ, ગુણવીર્યશક્તિ, પર્યાયવીર્યશક્તિ. (વળી)
ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય, ઇત્યાદિ વિશેષ છે. તે કેટલાક
વિશેષો લખીએ છીએ. પ્રથમ જ દ્રવ્યવીર્ય લખીએ છીએ.
૧. સમયસાર ગુજ૦ પૃ. ૫૦૩.