વીર્યશકિત[ ૬૧
(૧) આ દ્રવ્યવીર્ય ભેદ છે કે અભેદ?
(૨) અસ્તિ છે કે નાસ્તિ છે?
(૩) નિત્ય છે કે અનિત્ય છે?
(૪) એક છે કે અનેક છે?
(૫) કારણ છે કે કાર્ય છે?
(૬) સામાન્ય છે કે વિશેષ છે?
તેનું સમાધાન કરીએ છીએઃ
—
(૧) સામાન્યપણે કહીએ ત્યારે તો દ્રવ્યવીર્ય અભેદ છે અને
ગુણોના સમુદાયની વિવક્ષાથી કહીએ ત્યારે ભેદ છે; ગુણોના ભેદ જુદા
છે તેથી આ વિવક્ષામાં ભેદ આવ્યો, પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત
આ ભેદ છે. ભેદ વિના અભેદ હોય નહિ; તેથી (દ્રવ્યવીર્યને) ભેદ-
અભેદ કહીએ.
(૨) (દ્રવ્યવીર્ય) પોતાના ચતુષ્ટયથી અસ્તિ છે (અને)
પરચતુષ્ટયથી નાસ્તિ છે.
(૩) દ્રવ્યવીર્ય નિત્ય છે, (અને) આ દ્રવ્યવીર્યમાં પર્યાયવીર્ય
પણ આવે છે તે (પર્યાયવીર્ય)વડે અનિત્ય છે. પરંતુ દ્રવ્યવીર્ય નિત્ય
છે તેને પર્યાયવીર્ય સાધે છે, તેથી અનિત્ય તે નિત્યનું સાધન છે. તે
(દ્રવ્યવીર્ય)નો નિત્યાનિત્યાત્મક સ્વભાવ છે. (એ રીતે તે) અનેક
ધર્માત્મક છે. નયચક્ર ગ્રંથમાં કહ્યું છે કે – ‘नानास्वभावसंयुक्तं द्रव्यं
ज्ञात्वा प्रमाणतः १(‘અર્થાત્ અનેક સ્વભાવ સંયુક્ત દ્રવ્યને પ્રમાણવડે
જાણીને – ’) એ વચનથી પર્યાય સ્વભાવથી અનિત્ય છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કે – પર્યાયને અનિત્ય કહો, પણ
દ્રવ્યને અનિત્ય ન કહો.
૧. જુઓ, નયચક્ર ગા. ૧૭૩.